HomeNationalInter Nationalગૌરવ / લંડનમાં પ્રથમ વખત બંગાળી ભાષામાં લખાયું રેલવે સ્ટેશનનું નામ

ગૌરવ / લંડનમાં પ્રથમ વખત બંગાળી ભાષામાં લખાયું રેલવે સ્ટેશનનું નામ

ભારતનો દબદબો સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. કોરોના હોય કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતું હોય દરેક સ્થળે ભારતનો દબદબો જોવા મળ્યો છે. ત્યારે હવે લંડનના એક રેલવે સ્ટેશનના નામને પ્રથમ વખત અંગ્રેજીની સાથે બંગાળી ભાષામાં લખાયું છે.

લંડનનાં ટ્યૂબ રેલ પ્રોજેક્ટનાં વ્હાઈટચેપલ સ્ટેશનની ઓળખાણ જણાવવા માટે હવે સાઈનબોર્ડમાં અંગ્રેજી ભાષા સાથે બંગાળી ભાષામાં પણ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું છે. આ બાબતની ચર્ચાઓ હવે ભારતથી લઈને બાંગ્લાદેશમાં થઇ રહી છે. આ વિષે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટ્વિટ કરીને ખુશી જતાવી છે. પોતાના ટ્વીટમાં તેઓ લખે છે કે લંડનનાં સંચાલકોએ જે નિર્ણય લીધો છે , તેના પર તેમણે ગર્વ છે. આથી ખ્યાલ આવે છે કે દુનિયામાં લગભગ એક હજાર વર્ષ જુની ભાષાનો દબદબો અને મહત્વ વધ્યા છે.

બાંગ્લાદેશનાં કેબીનેટ મિનિસ્ટર જુનેદ અહમદે પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ બાબતની તસવીરો શેર કરી છે. તેમણે ટ્વીટ પણ કર્યું છે. જ્યારે શહેરનાં મેયર જોન બીગ્સે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે વ્હાઈટ ચેપલ સ્ટેશન પર હવે અંગ્રેજી અને બંગાળી બંને ભાષાઓમાં દ્વિભાષી સંકેતો જોઇને અત્યંત ખુશી થઇ. વ્હાઈટચેપલ સ્ટેશન આ જ નામની એક સ્ટ્રીટ માર્કેટની પાછળ અને રોયલ લડન દવાખાનાની સામે જ સ્થિત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW