રાજકોટ સિટીમાં પતિથી અલગ રહેતી મહિલા કર્મચારીએ પતિ સાથે રહેતી તેની છ વર્ષની પુત્રીના મોત અંગે શંકા વ્યક્ત કરી તેને તેના પિતાની પ્રેમિકાએ મોતને ઘાટ ઉતારી બારોબાર મૃતદેહની દફનવિધિ કરી દીધી હતી. આવો આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ હતી. મહિલાના આક્ષેપથી પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મહિલા એક જાણીતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે.
શુક્રવારે કંચનબેન રામભાઇ પરમાર (ઉં.વ.30) સવારે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદને આ ઘટના અંગે મુલાકાત કરી સમગ્ર વાત કહી હતી. આ આખી ઘટના જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સામે આવી ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા. કંચનબેને કહ્યું હતું કે 12 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા, પછી એનો પતિ ચારિત્ર્ય પર આશંકા કરી મારપીટ કરતો હતો. છ વર્ષ પહેલા એને ત્યાં એક દીકરી જેનીનો જન્મ થયો હતો. દીકરી દોઢ મહિનાની હતી ત્યારે પતિએ એને કાઢી મૂકી હતી. પછી તે કોઈ બીજી યુવતીના પ્રેમમાં પડ્યો હતો. પછી કંચનબેન પુત્રી સાથે ત્રણ વર્ષ નારી સુરક્ષાગૃહમાં રોકાયા હતા.સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સર્વિસ કરતા હતા.

જોકે, પતિ રામજીએ કહ્યું કે, છૂટાછેડા આપી દીકરીને સાચવીશ એવું કહેતા બાળકી એની માતા સાથે રહેતી. પણ દોઢ વર્ષ પહેલા રામજી સાથે દીકરી રહેતી હતી. જેનીને થોડા સમય માટે સારી રીતે રાખવામાં આવી હતી. એક વર્ષ પહેલા રામજીએ અમદાવાદની યુવતી સનિતા સાથે લગ્ન કર્યા હતા. એ પછી બંને જેનીને ત્રાસ દેવાનું ચાલું કર્યું. અગાઉની પત્નીનો એવો આક્ષેપ છે કે, દીકરીની હત્યા કરી દેવામાં આવી છે. કંચનબેને અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. કંચનબેને એવું પણ કહ્યું હતું કે પાંચેક મહિના પૂર્વે તેના સાસુ જીવુબેન પુત્રી જેનીને લઇને હોસ્પિટલે આવ્યા હતા. ત્યારે તેમણે પણ રામજી અને સુનિતા માસૂમ જેનીને મારકૂટ કરતા હોવાની ફરિયાદ કરી હતી.
જેનીનું ગુરુવારે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. દીકરીના મૃત્યુ અને બારોબાર તેની દફનવિધિની જાણ થતાં કંચનબેને પુત્રીના મૃત્યુ અંગે પૂછતાં પતિ રામજીએ બાળકીને ઝાડાઊલટી અને લકવા થયાની વાત કરીને મામલો દબાવવા માટે પ્રયત્નો કર્યા હતા. ઇન્ચાર્જ કમિશનર ખુર્શીદ અહેમદની સૂચનાથી થોરાળા પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી છે. બાળકી જેનીને બીમારી હતી એટલે શરૂઆતમાં ગુંદાવાડી હોસ્પિટલમાં, ત્યાર બાદ ખાનગી અને પછી સિવિલ હોસ્પિટલમાં એમ ત્રણ જગ્યાએ સારવાર અપાઈ હતી. બાળકીની હત્યા અંગેનો આક્ષેપ થતાં સિવિલ હોસ્પિલના તબીબોની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે આ કેસના રીપોર્ટ પણ તપસ્યા છે. કઇ બીમારીની કઇ સારવાર આપવામાં આવી હતી. દવાથી લઈને ઈજેક્શન સુધીના રોપોર્ટ અંગે તપાસનો ધમધમાટ ચાલું કરી દીધો છે.

