HomeGujaratમોરબીના કેરાળા (હ.)માં સગીરાએ ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીના કેરાળા (હ.)માં સગીરાએ ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબી તાલુકાના કેરાળા ગામની સીમમાં ખેત મજુરી કરતા પરિવારની સગીર વયની દીકરીએ અગમ્ય કારણસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
મોરબી તાલુકાના કેરાળા હરીપર ગામની સીમમાં જીતેન્દ્રભાઈ ચારોલાની વાડીમાં ખેતમજુરી કરતા કમલેશભાઈ મકવાણા નામના ખેત મજુરની સગીર વયની દીકરી લલીતાબેન કમલેશભાઈ મકવાણાએ કોઈ કારણસર ઝાડ સાથે દોરડું બાંધી ફાસો લગાવી લીધો હતો ઘટનાની જાણ થતા વાડીમાં હાજર લોકોએ સગીરાનો મૃતદેહ નીચે ઉતારી પીએમ અર્થે ખસેડ્યો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જોકે સગીરાએ ક્યા કારણોસર પગલું ભર્યું તે અંગે કોઈ કારણ સામે ન આવતા પોલીસે મૃતકના પરિવારજનોની પુછપરછ હાથ ધરી છે.બનાવ અંગે એ એસઆઈ એમ આર ગામેતી ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW