મોરબીમાં એક સમયે સિરામિક ઉધોગથી ધમધમતા પરશુરામ પોટરીનો સૂર્ય અસ્ત થતા હજારો વીઘા જમીનમાં પથરાયેલ પરશુરામ પોટરી હાલ ખુલ્લા મેદાનમાં પરિણમ્યું છે બીજી તરફ અહી એક સમયે મોટી સંખ્યામાં સ્ટાફ ક્વાર્ટર હતા જ્યાં હજારો લોકોનો પણ વસવાટ હતો જોકે હાલ મોટા ભાગના ;લોકો જગ્યા ખાલી કરીને જતા રહ્યા છે તો ઘણા પરિવાર એવા છે જે આ ક્વાર્ટરમાં હજુ પણ વસવાટ કરે છે ત્યારે આવા જ પરિવાર માંથી 2 પરિવાર સામે ગેરકાયદે દબાણ જમીન પચાવી પાડ્યા હોવાની પરશુરામ પોટરીના સ્થાપક પરિવારના સભ્ય સરીતાબેન અચ્યુતભાઈ ગણપુલેએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે ફરિયાદ મુજબ પોર્ટરી ક્વાર્ટરમાં રહેતા શાંતાબેન દેવસીભાઈ સોલંકી તેના પરિવાર તેમજ ખીમીબેન મોતીભાઈ ભંખોડીયા તેમજ તેમના પરિવાર ગેરકાયદે વસવાટ કરી દબાણ કર્યાની ફરિયાદ નોધાઇ છે

