HomeGujaratમોરબીમાં 20 વર્ષીય યુવતીનો ફાંસો લગાવી આપઘાત

મોરબીમાં 20 વર્ષીય યુવતીનો ફાંસો લગાવી આપઘાત

મોરબીના પાવનપાર્ક વિસ્તાર માં ભાડાના મકાનમાં રહેતા એક પરિવારની 20 વર્ષની યુવતીએ ઘરમાં જ ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે અકસ્માત મોત અંગે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના પવન પાર્ક વિસ્તારમાં આવેલ હિરેનભાઈ હરજીવનભાઈ પરમાર નામના વ્યક્તિના મકાનમાં ભાડેથી રહેતા મૂળ જામનગર જિલ્લાના વતની દિવ્યાબા રામદેવસિંહ જાડેજા નામની 20 વર્ષની યુવતીએ અગમ્ય કારણસર લાગી આવ્યું હતું અને ઘરમાં જ ફાંસો લગાવી લેતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે મૃતકના કૌટુંબિક બાપાલાલસિંહ જોરુભા જાડેજા એ બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા બી ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW