મોરબીના ઔધોગિક ઝોનમાં 2000 જેટલી અલગ અલગ નાની મોટી ફેકટરીઓ આવેલ છે જેમાં લાખો મજૂરો મજુરી કામ કરતા હોય છે.મોરબીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર તેમજ બાંધકામ સાઈટ પર અવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે જેમાં મજૂરોને સામાન્યથી લઇ ગંભીર ઈજા થતી હોય છે તો વરસ વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં મજૂરો મોતને ભેટતા હોય છે બીજા રાજ્ય માંથી રોજી રોટી માટે આવતા મજૂરો જયારે અહી અક્સમાતનો ભોગ બની મોતને ભેટતા તેનો ગરીબ પરીવાર નિરાધાર બની જાય છે આવી ઘટના અટકાવવી ખુબ જરૂરી છે અને તેના માટે ફેકટરીમાં શ્ર્મીકોની સેફટી માટે હેલ્મેટ સેફટી બેલ્ટ,સેફટી સૂઝ હેન્ડ ગ્લોવ્સ સહિતના અલગ અલગ ઇક્વીમેન્ટ વસાવવા જરૂરી છે.

ત્યારે આં અઅંગે ઉધોગકારોમાં જાગૃત્તતા આવે તે હેતુથી વડોદરાની એક એજન્સી સ્યોર સેફટી નામની એજન્સી દ્વારા મોરબીમાં એક સેફટી વાન સાથે આવી હતી આ સેફટી વાનમાં હેલ્મેટ સેફટી બેલ્ટ કુવા ગેસ ચેમ્બર તેમજ વીજળી લગતા કામમાં કામદારોની સેફટીને લગતા અલગ 200 જેટલા સાધનો રાખવામાં આવ્યા છે અને મજૂરોની સુરક્ષા બાબતે નિદર્શન આપવામાં આવ્યા છે આ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મંત્રી બ્રિજેશ મેરજા સિરામિક એસોસિએશનના હોદેદારો અને ઉધોગકારો હાજર રહી વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું

