HomeGujaratઉપલેટના મોટી પાનેલી-સીદસર વચ્ચે ક્રેટા અને કારનો જીવલેણ અકસ્માત, 3નાં મોત

ઉપલેટના મોટી પાનેલી-સીદસર વચ્ચે ક્રેટા અને કારનો જીવલેણ અકસ્માત, 3નાં મોત

ઉપલેટાના મોટી પાનેલી સિદસર રોડ પર મારૂતી વાન કાર અને ક્રેટાનો અકસ્માત થતા ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જ્યારે આ ઘટનામાં 10 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. કાર અને ક્રેટા સામસામે અથડાતા ક્રેટાનું કાગળની જેમ પડીકું વળી ગયું હતું. અકસ્માતની જાણ થતા જ 108 ટીમે પાનેલીની ગેલેક્સી ગ્રૂપની એમ્બ્યલન્સથી ઈજાગ્રસ્તને સારવાર હેતુ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. જ્યારે કેટલાક ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા મારૂતી વાન કારના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવાની કામગીરી ચાલું કરી દેવામાં આવી હતી. વધુ સારવાર માટે કેટલાક ઈજાગ્રસ્તોને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉપલેટા બાજુ આવી રહેલી GJ10 AC 0127 નંબરની વાન અને ખંભાળીયા બાજુ જઈ રહેલી GJ05 RM 8825 નંબરની ક્રેટા મોટી પાનેલીના સીદસર રોડ પર સામસામે અથડાઈ હતી. કારમાં બેઠેલી બંને વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે ઈજાગ્રસ્તમાં ત્રીગુણાબેન મહેતા, શાંતાબેન મહેતા, જગદીશભાઈ મહેતા, દિલીપ મહેતા, શિતલબેન મહેતા, મનુભાઈ મહેતા, રમેશભાઈ રાદડિયા, રાજુભાઈ રાદડિયા તથા અતુલભાઈ રાવરાણી નામના વ્યક્તિઓને સારવાર હેતું લઈ જવાયા છે. વાનના ડ્રાઈવર અતુલ રાવરાણીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દેવસ્થાને દર્શન કરવા માટે જઈ રહેલા પરિવારને ઉપલેટાના મોટી પાનેલી પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં 10 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી છે. જ્યારે ત્રણ વ્યક્તિઓનું મોત થયું છે. બે વૃદ્ધ મહિલા સારવાર હેતું પહોંચે એ પહેલા જ એમનું મોત નીપજ્યું હતું. 74 વર્ષના શાંતાબેન મહેતા તથા 70 વર્ષના મંજુબેન મહેતા નામના બે મહિલાઓએ જીવ ગુમાવ્યો છે.

ઈજાગ્રસ્તમાંથી અમુક દર્દીઓની સ્થિતિ અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આથી સારવાર માટે જામનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના બાદ હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા ભાયાવદરદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માત બાદ ટ્રાફિકને દૂર કરવા પોલીસે મહત્ત્વની કામગીરી કરી હતી. અકસ્માતને પગલે પોલીસે કાયદેસરના પગલાં ભર્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW