HomeGujaratટીમ ઈન્ડિયામાં પુજારા અને રહાણેને મળી શકે છે સ્થાન, કેપ્ટને આપ્યા આ...

ટીમ ઈન્ડિયામાં પુજારા અને રહાણેને મળી શકે છે સ્થાન, કેપ્ટને આપ્યા આ સંકેત

ભારતીય ટીમ લાંબા સમય બાદ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે જેવા સિનિયર ખેલાડીઓ વિના જ મેદાન ઉપર ઉતરશે. સતત ખરાબ પ્રદર્શન બાદ ટીમ મેનેજમેન્ટે આ બંને ખેલાડીઓની બહારનો રસ્તો દેખાડ્યો છે. જો કે મોહાલીમાં શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝની શરૂ થતા પહેલા જ કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે, આ બંને સિનિયર ખેલાડીઓની ટીમમાં વાપસી માટે રસ્તા બંધ થયા નથી.

મોહાલી ટેસ્ટ પહેલા થયેલી પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેની પ્રસંશા કરી હતી. રોહિત શર્માએ કહ્યું હતું કે, જુઓ રહાણે અને પુજારાની જગ્યા ભરવી તે સરળ કામ નથી. મને નથી ખબર કે રહાણે અને પુજારાની જગ્યાએ કોન ટીમમાં આવશે. તમે જુઓ કે આ બંને ખેલાડીઓએ ટીમ માટે શું શું કર્યું છે. તેને હું શબ્દોમાં વ્યક્ત કરી શકુ તેમ નથી. આટલા વર્ષોની આકરી મહેનત અને 80-90 ટેસ્ટ રમવુ, વિદેશોમાં ટેસ્ટમાં જીત મેળવવી અને ભારતને ટેસ્ટમાં નંબર 1ના સ્થાન ઉપર લઈ જવું. આ તમામ સ્થિતિમાં તેમણે અમારી મદદ કરી છે.

કેપ્ટન રોહિતે આ બંને ખેલાડીઓની જગ્યાને લઈને આગળ જણાવ્યું હતું કે, એવું કશું જ નથી કે આ લોકો ભવિષ્યમાં જોવા મળે નહીં. તે અમારી યોજનાઓમાં રહેશે. જેવી રીતે સિલેક્ટર્સે કહ્યું છે કે તે વર્તમાન સમયે તેના ઉપર વિચાર કરી રહ્યાં નથી. ચેતેશ્વર પુજારાર અને અજિંક્ય રહાણે અત્યારે રણજી ટ્રોફીમાં ભાગ લઈ રહ્યાં છે. મીડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે બંને ખેલાડીઓને વાર્ષિક કોન્ટ્રાક્ટમાં ડિમોટ કરાયા હતાં.

મોહાલી ટેસ્ટમાં ઓપનિંગ કોમ્બીનેશનને લઈને રોહિત શર્માએ જણાવ્યું હતું કે, હું કેપ્ટન છું, હું તમામને ટીમમાં જોવાનું પસંદ કરૂ છું. અમે બધુ જોઈશું અને પછી તેના ઉપર ચર્ચા પણ કરીશું. મયંક, શુભમન, શ્રેયસ અને વિહારી તમામ સારા ખેલાડીઓ છે. તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે. પહેલા ટેસ્ટમાં રોહિત શર્માની સાથે મયંક અગ્રવાલ રમતની શરૂઆત કરતા પણ નજરે આવી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW