રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનરના વિરોધમાં તોડકાંડ મામલે લખેલા લેટરબોંબના આકરા પડઘા પડ્યા છે. એક લાંબી તપાસ બાદ ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરયા તો મુખ્ય પોલીસ અધિકારી રાજકોટ પોલીસ કમિશનરની જૂનાગઢ ટ્રાંસફર કરી દેવામાં આવી છે. ગુરૂવાર તા. 2 માર્ચના રોજ મનોજ અગ્રવાલે રાજકોટમાંથી પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ છોડી દીધો હતો. આ પછી તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ વીડિયો પોસ્ટ કર્યો છે.
જેમાં તેમણે પોલીસની વ્યથા ઠાલવી છે. તેમણે કહ્યું કે, અમારી કિંમત સસ્તી બનાવી દીધી છે લોકોએ, રૂ.100-200માં ખરીદે છે અમને.હું પોલીસવાળો છું, કોન્સ્ટેબલથી થાનેદાર સુધી, ACPથી DIG સુધી, SPથી લઈને IG સુધી, DSPથી લઈને CP સુધી તમામ મારાં જ રૂપ છે. કોઈ દિવસભર તડકે તપે છે તો કોઈને છાંયડો નસીબ થાય છે. તમામના નસીબ અલગ અલગ હોય છે. ચોકી અમારૂ ઘર છે. ઓફિસ જાવાવાળ સાંજે ઘરે આવે છે, તમે એરપોર્ટ જાવ છો તો અમે રસ્તા પર ટ્રાફિક ખોલાવીએ છીએ. તમે દિવાળી મનાવો છો તો અમે કોઈના ઘરની આગ ઠારવામાં વ્યસ્ત હોઈએ છીએ. તમે સપના જુઓ છો તો અમે વધુ એક કેસની FIR બનાવતા હોઈએ છીએ. અમીરીના ઘમંડમાં તમે અમારી પર SUV ચડાવી દો છો.

સરકાર એવું કહે છે કે, શહીદી અમર રહે. પણ પાછળથી નોકરી, રોટી, પેન્શન માટે અમે કરગરીએ છીએ. વરસાદ, ઠંડી કે તડકો અમારી ખાખી દરેક વખતે તહેનાત રહે છે. તમારા બધા સાથે કામ કરવાનો ખૂબ આનંદ અને આનંદ છએ. હું એ વાતને ઓળખવા માગું છું કે, રાજકોટ સિટી પોલીસ કમિશનર તરીકે ત્રણ વર્ષથી વધારે સમય સુધી રહી અમે લોકોના જીવનમાં ખાસ કરી મહામારીના દરમિયાન મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષા અને સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપેલું છે. રાજકોટ સિટીમાં ક્રાઈમ રેશિયો ઓછો કરવો પોલીસ વિંગમાં ડિજિટલાઇઝેશન, યુવા મોટિવેશન અને ટ્રાફિક કન્ટ્રોલ. અમે ગૌરવ, શિસ્ત અને નિશ્ચય સાથે સેવા કરી છે.
મારા કાર્યકાળ દરમિયાન સમગ્ર રાજકોટ સિટી પોલીસની સક્રિય અને પ્રતિક્રિયાત્મક નહીં, ઉત્સાહ અને સખત મહેનતવાળી એક આખી સિસ્ટમ અમલી બનાવી છે. એમાં જથ્થાબંધ ફેરફારો કર્યા છે. હવે જે અસરકારક સાબિત થાય છે, પોલીસની કામગીરીમાં સુધારો થયો છે. રાજકોટ સિટીની પોલીસની સફળ કામગીરી સાથે જોડાયેલા એ તમામ અધિકારીઓ અને કર્મચારીઓના અથાક પ્રયાસ તેમજ એના યોગદાનની પ્રશંસા કરૂ છું. રાજકોટ મીડિયા અમારા વિભાગ માટે પ્રયાસો અને કાર્યોની પ્રશંસા તથા સમર્થન કરીને ઘણું મોટું કામ કર્યું છે. મીડિયાનું મોટું પ્રદાન રહ્યું છે. એક વિશ્વાસુ સાથી છો અને તમામ રાજકોટવાસીઓ માટે લોકોના મન અને સમાચાર સ્ત્રોત પર કબજો જમાવ્યો છે, જે અન્ય કોઈ પહોંચાડી શકે તેમ નથી. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક્સ મીડિયા કર્મીનો આભાર. દરેકનો અંગત રીતે આભાર માનવા માંગું છું. ભવિષ્યમાં સતત એવા સમર્થનની રાહ જોઈશ. JCP અહેમદ ખુર્શીદને રાજકોટ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સોંપ્યો છે. બદલીના ઓર્ડર બાદ તેમણે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. આ ઉપરાંત રાજકોટના ઘણા વોટ્સએપના ગ્રૂપમાંથી પણ લેફ્ટ થઈ ગયા હતા.