HomeGujaratફિયાન્સી કેનેડા જવા 1 કરોડ ભેગા કરવા દબાણ કરતા કંટાળેયા યુવાને આત્મહત્યા...

ફિયાન્સી કેનેડા જવા 1 કરોડ ભેગા કરવા દબાણ કરતા કંટાળેયા યુવાને આત્મહત્યા કરી

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, યુવતી પર ત્રાસ આચરવાને કારણએ યુવાનનો પરિવાર પોલીસ ચોપડે ચડે છે. જ્યારે આત્મહત્યા કેસમાં પોલીસ મૃતકોને ન્યાય ન અપાવતી હોવાની ફરિયાદો પણ થઈ છે. પણ મહાનગર અમદાવાદમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફિયાન્સીના ત્રાસથી કંટાળીને યુવાને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે શરૂઆતમાં તો મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પણ પરિવારની એક રજૂઆત બાદ અને પૂરાવા મળ્યા બાદ નરોડા પોલીસે આત્યહત્યાનો કેસ નોંધ્યો છે.

ફિયાન્સી અને તેના પરિવારે યુવક પાસે પૈસાની માંગ કરી હતી અને આ જ માંગણીએ યુવાનનો જીવ લીધો હતો. અમદાવાદના વિસ્તાર એવા નરોડામાં કૈલાશ રોયલ ફલેટના I બ્લોકના 203 નંબરના ફલેટમાં રહેતા માખીજા પરિવારે યુવતીના ત્રાસથી દીકરો ગુમાવ્યો છે. જે મામલે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થઈ છે. પરિવારના 30 વર્ષીય પુત્ર લખન માખીજા એ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધુ. જે યુવતી સાથે એની સગાઈ થઈ હતી તે કેનેડા જવા કરોડો રૂપિયા એકઠા કરવા દબાણ કરતી હતી. આ આર્થિક મામલે યુવાનને ત્રાસ આપતી હતી. સગાઈ તોડવાનું કહીને યુવાનને ખોટી રીતે હેરાન પરેશાન કરતી હતી. જેથી લખન એ આ તમામ મુદ્દાથી ત્રાસી જઈ અંતે કંટાળી જઈને આપઘાત કર્યો હતો. લખનના લગ્ન આ યુવતી સાથે થવાના હતા. ફેરા લેવાય એ પહેલા એની અર્થી ઊઠી હતી. લખને કેનેડા જવા માટે પૈસા ભેગા કરવાના ત્રાસથી કંટાળી જઈને આત્મહત્યા કરી લીધી.

દીકરાના પરિવારનો આક્ષેપ છે કે સગાઇ જ્યારથી થઇ ત્યારથી જ યુવતીની જુદી જુદી માંગણીઓ શરૂ થઈ ગઈ હતી. પહેલા આઈફોનની માંગ કરી હતી. તો લખને આઇફોન લઈ આપ્યો હતો. પછી યુવતીને લેહ લદ્દાખ ફરવા માટે જવું હતું. તો એ સમયે એક લાખ રોકડા માંગ્યા હતા. મૃતક યુવક લખનનો પરિવાર એવો આક્ષેપ કરી રહ્યો છે કે, આ એક લાખ રૂપિયો તેણે યુવતીને આપી દીધો છે. આ ઉપરાંત યુવતીએ વાઈટ ગોલ્ડ સેટ અને ડાયમંડના સેટ અપાવી દેવા માટે પણ માંગ કરી રહી હતી. આ તમામ ઘટના બાદ પોલીસને જાણ થતા પોલીસે પુરાવા પર તપાસ કરી હતી. ચેટ તથા ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને આપવામાં આવ્યા હતા. અમદાવાદની નરોડા પોલીસે પરિવારની રજૂઆત પર ધ્યાન આપી મળેલા પુરાવાને આધારે યુવતી સામે આત્મહત્યા કરવા દુષપ્રેરીત કરવા સામે ગુનો નોંધીને કાયદેસરના પગલાં લીધા છે. પોલીસ તરફથી તમામ પુરાવા FSLમાં મોકલાશે. પોલીસ ફરિયાદ મુજબ, લખનની સગાઈ થઈ ત્યારથી જ તેની ફિયાન્સી જુદી જુદી માંગ કરતી હતી.

જોકે, એની ચેટમાંથી સામે આવ્યું છે કે, તે યુવતી છેલ્લા એક વર્ષથી પ્રોસેસ ચાલું છે એવું કહીને યુવાન પાસેથી પૈસા ભેગા કરવા માટે પ્રયત્નો કરતી હતી. આ ઉપરાંત યુવતી યુવાનના માતા પિતા પાસેથી પણ પૈસાનો મેળ કરવા માટે માંગ કરતી હતી. એવું ચેટમાંથી સામે આવ્યું છે. યુવાન યુવતીને બધી રીતે ખુશ રાખવા માટે પ્રયાસ કરતો હતો. પણ ચેટ પરથી એવું લાગે છે કે યુવતીએ જ કેનેડા જવા માટેની જીદ પકડી હતી. જોકે, પૈસા અને માનસિત ત્રાસને કારણે આખરે યુવાને જીવ ગુમાવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW