સુખપર પાસે અને શહેરના ટેલીફોન એક્સચેન્જ સામે બે ઘટના બની
હળવદ ટ્રેનમાં અડફેટમાં આવી જવાની જુદી જુદી બે ઘટના બની છે જેમાં શહેરના ટેલિફોન એક્સચેન્જ સામે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ટ્રેનની અડફેટમાં શહેરના દિવ્યપાર્કમા રહેતા યુવાનનું મોત નિપજ્યુ હતું જ્યારે સુખપર પાસે રાત્રે12 વાગ્યાની આસપાસ ટ્રેનની અડફેટમાં આવી જતાં મોત નિપજ્યુ છે બન્નેના મૃતદેહ હળવદની સરકારી હોસ્પિટલમાં રેલવે વિભાગ દ્વારા ખસેડી તબીબોએ પીએમની તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદમા બુધવારે મોડી રાત્રે બે ટ્રેનની અડફેટમાં આવીને મોત નિપજ્યા હોવાની બનાવ બન્યો છે જેમાં શહેરના બીએસએનએલ એક્સચેન્જ સામે રાત્રે 2વાગ્યાની આસપાસ ટ્રેનની અડફેટમાં આવી જતાં મુળ ધાગંધ્રા તાલુકાના કોંઢ ગામના અને હાલમાં દિવ્યપાર્કમા રહેતા પરેશભાઈ ઘનશંકરભાઈ મહેતા ઉ.32નુ મોત નિપજ્યુ હતું જ્યારે બીજી ઘટના સુખપર પાસે બની હતી જેમાં બાર વાગ્યાની આસપાસ સત્યવીરસિહ કુશવાહા મુળ આગ્રા ઉત્તર પ્રદેશ અને હાલમાં મજુરી અર્થે હળવદમા રહેતો હતો જે ટ્રેન અડફેટમાં આવી જતાં મોત નિપજ્યું હતું રેલવે પોલીસે બન્નેની લાશ હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી જ્યારે તબીબો દ્વારા લાશને પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી.

