HomeGujaratમોરબીના રવાપર ગામે આધારકાર્ડ અપડેશન કેમ્પ યોજાશે, નવા આધારકાર્ડ અંગે પણ ફોર્મ...

મોરબીના રવાપર ગામે આધારકાર્ડ અપડેશન કેમ્પ યોજાશે, નવા આધારકાર્ડ અંગે પણ ફોર્મ ભરી શકાશે

રવાપરા ગામની જાહેર જનતાને સરપંચ નીતીનભાઇ ભટાસણા તરફથી જણાવવામાં આવે છે કે તા.3-3-22 ને ગુરૂવાર ના રોજ સાંજે આધાર કાર્ડ મોબાઇલ અપડેટનો કેમ્પ રવાપરા ગ્રામ પંચાયત કચેરી એ રાખવામાં આવ્યો છે. આ કેમ્પ મોરબી મેઈન પોસ્ટ ઓફિસની ટીમ તરફથી રાખવા માં આવ્યો છે. આ કેમ્પમાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલી આપશે, અપડેટ કરી આપશે. જેમાં આધાર કાર્ડ નંબર અને મોબાઇલ સાથે રાખવા તેમજ 5 વર્ષ નાં બાળકોનાં નવા આધાર કાર્ડ કાઢી અપાશે. જે આધાર કાર્ડ કઢાવવા માટે રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ ફોટો સહિતના પુરાવા મુજબ સાથે રાખવાના રહેશે. ચાલું મોબાઇલ નંબર, બાળકનો ઓરીજનલ જન્મ તારીખનો દાખલો તેમજ પિતા અથવા માતાનું આધારકાર્ડ બે માંથી ગમે તે એક સાથે રાખવું જરૂરી છે.

રવાપરા ગામની જાહેર જનતા આ કેમ્પનો બહોળી સંખ્યામાં હાજર રહી લાભ લઈ શકશે. સયયાંતરે આધારકાર્ડના અપડેટ અંગેની માહિતી કોમ્પ્યુટર આધારિત અપડેટ કરી દેવામાં આવે છે. જેમાં આ વખતે ગ્રામ પંચાયત કચેરી રવાપરા સમય સાંજે 4-00 થી 8-00 વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW