યુક્રેનમાં ફસાયેલા ભારતીય મૂળના મેડિકલના વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને હિંસા કરી હોવાની વિગત સામે આવી છે. જેને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકારની ઝાટકણી કાઢી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ વિષયલક્ષી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કેન્દ્ર સરકાર પર ટાર્ગેટ કરવામાં આવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણે આપણા નાગરિકોને આવી રીતે છોડી શકીએ એમ નથી. મારી સંવેદના એ તમામ મેડિકલના વિદ્યાર્થીઓ સાથે છે. ખાસ કરીને જેઓ આ હિંસામાંથી પસાર થયા છે.

કોઈ માતા પિતાએ આવી પીડામાંથી પસાર ન થવું પડે. ભારત સરકારે તેમને ત્યાંથી બહાર કાઢવાનો પ્લાન તૈયાર કરવો જોઈએ. આ પ્લાન તાત્કાલિક શેર કરવો જોઈએ. સરકાર આ પ્લાન વિદ્યાર્થીઓ સાથે શેર કરે. આ ઉપરાંત એમના માતા પિતાને પણ આ વિશેની જાણકારી આપે. રાહુલ ગાંધીએ આ વીડિયો શેર કરતા લખ્યું હતું કે, આ પ્રકારની હિંસા સહન કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને આ વીડિયો જોનારા એમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. કોઈ પણ વ્યક્તિ આ પીડામાંથી પસાર ન થાય. ભારત સરકાર આ વિદ્યાર્થીઓને ત્યાંથી ભારત લાવે. આપણે કોઈ આપણાને આવી રીતે પડતા ન મૂકવા જોઈએ. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને કોઈ પણ લોકોને ત્યાંથી બહાર કાઢો. હાલમાં એમને અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે.


હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનની જુદી જુદી જગ્યાઓ પર ફસાયેલા છે. સરકાર એમના સુધી પહોંચવાના પ્રયાસ કરે. પણ સતત થતા ફાયરિંગ, બોંબ બ્લાસ્ટ અને અફરાતફરીને કારણે ત્યાં સુધી પહોંચી શકાયું નથી. પોલેન્ડ જઈ રહેલા ભારતીય સ્ટુડન્ટ પર સૈન્ય ટુકડી હુમલા કરી રહી છે. આ વિદ્યાર્થીઓ ફતેહાબાદના રહેવાસી હતી. મારપીટને જે વીડિયો સામે આવ્યો છે. એ ઘટનામાં એક વિદ્યાર્થીનો હાથ તૂટી ગયો હતો.

વડાપ્રધાન મોદીને મદદની અપીલ કરતા ફતેહાબાદના વિદ્યાર્થીઓએ એક વીડિયો જાહેર કર્યો છે. હુમલાનો શિકાર થયેલા ભારતીય વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે,હુમલો કરનારા યુક્રેનના સૈન્યમાંથી હતા.ભારત તરફથી યુદ્ધમાં યુક્રેનને સાથ ન મળતા તેઓનો ગુસ્સો સાતમા આસમાને છે. મધ્ય પ્રદેશના રાયસેનની એક વિદ્યાર્થીનીએ પણ યુક્રેની સૈનિકોનો એક વીડિયો શેર કર્યો છે. બોર્ડર પર ગુસ્સો વ્યક્ત કરી રહેલા યુક્રેનના સૈનિકો ત્રાસ વર્તાવી રહ્યા છે. અહીં ભારતીય વિદ્યાર્થીઓને ખોટી રીતે મારવામાં આવી રહ્યા છે.યુક્રેનના ખીરકીવમાં ફસાયેલી રાયસેનની વિદ્યાર્થિનીએ આ વીડિયો મોકલી ત્યાંની સ્થિતિ વિશે વાત કરી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ એમને યુક્રેનથી ટૂંક સમયમાં પરત લાવે


