HomeGujaratઆ જિલ્લામાં અડધી રાત્રે લોકોનો શ્વાસ રૂંધાતા અધિકારી દોડ્યા, આ કંપની પર...

આ જિલ્લામાં અડધી રાત્રે લોકોનો શ્વાસ રૂંધાતા અધિકારી દોડ્યા, આ કંપની પર આરોપ

ઉત્તર ગુજરાતા મહેસાણાના નાની કડી વિસ્તારમાં રહેતાં રહીશોને શનિવારે રાત્રે ઝેરી વાયુના કારણે આંખોમાં બળતરા, ગળામાં સમસ્યા અને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી. આ ઘટનાની જાણ તંત્ર થતા ટુકડી દોડી આવી હતી. મેડિકલ સ્ટાફ તાબડતોડ ઘટના સ્થળે દોડી જઈ રાહત માટે પ્રયાસ શરૂ કર્યા હતા. મહેસાણા પાસે આવેલા કડીમાં અનેક કંપનીઓ આવેલી છે. જેમાંથી સતત નિકળતા ઝેરી ધુમાડાની અસર આસપાસ રહેતા લોકોને થઈ હતી.

જેના લીધે સમગ્ર પંથકમાં ભારે પ્રદુષણ ફેલાયુ છે. આવું પહેલી વખત બન્યુ નથી. આ પહેલા પણ ઘણા લોકોને કેટલાક ચામડીના રોગ પણ લાગું પડ્યા છે. સ્થાનિકોમાં બીજા પણ અનેક રોગ પ્રસર્યા છે. ત્યારે શનિવારે રાત્રે નાની કડીમાં રહેતા 40 જેટલા રહીશોને ઝેરી વાયુના કારણે આંખોમાં બળતરા, ગળામાં સમસ્યા અને શ્વાસ લેવામાં પરેશાની ઉભી થઇ હતી. જેથી મેડિકલ સ્ટાફ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નાની કડીમાં ધમધમતી કેમિકલ કંપનીઓ તથા અન્ય કંપનીમાંથી છેલ્લા કેટલાક સમયથી ઝેરી ધુમાડાંને કારણે અનેક લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. આસપાસના વિસ્તારની સોસાયટીની સ્થિતિ કફોડી થઈ છે. નાની કડી વિસ્તારમાં રહેલા લોકોને ગળામાં પણ સમસ્યાઓ ઊભી થાય છે. આંખ તથા અન્ય શરીરના ભાગમાં પણ પરેશાની વેઠવી પડે છે. હવે પ્રદુષણ કંટ્રોલ બોર્ડ આવો ઝેરી ગેસ અને ધુમાંડો ક્યાંથી આવે છે એ શોધવા મથે છે. આ વાત સ્થાનિકોએ જણાવી હતી. અહીં ઝેરી ગેસને કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આંખમાં બળતરા અને ગળામાં દુખાવો થાય છે. આ મામલે સ્થાનિકોએ પહેલા તલાટીને જાણ કરી હતી. પછી તલાટીએ આરોગ્ય વિભાગને જાણ કરતા કરણનગર PHC મેડિકલનો સ્ટાફ ગામમાં દોડી આવ્યો હતો.

રાત્રીના સમયે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. લોકોને પડતી શારીરિક મુશ્કેલીઓ અંગે મેડિકલ સ્ટાફે તાગ મેળવ્યો હતો. જોકે, પ્રદુષણ કંટ્રોલ બોર્ડને હજું આવી કોઈ ફેક્ટરી નજરે ચડતી નથી. આમ પણ જ્યારે પણ પ્રદુષણનો મામલો સામે આવે છે ત્યારે દુધના ઊભરા જેવી કામગીરી કરીને વિભાગ સંતોષ માની લે છે. ખાસ કરીને જ્યાં સંવેદનશીલ વસ્તુઓને લઈને પ્રોડેક્શન થાય છે ત્યારે પ્રદુષણ કંટ્રોલ બોર્ડ માત્ર કહેવા પૂરતી કામગીરી કરે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW