મોરબીમાં તાં24થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં તા.25ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ હાજરી આપવાના છે. કોરોના કાળ દરમિયાન સ્થગિત થયેલ ગરીબ કલ્યાણ મેળાઓ ફરીથી શરૂ થતાં રાજ્યભરમાં ત્રણ દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 24 ફેબ્રુઆરીના રોજ દાહોદ, 25 ફેબ્રુઆરીના રોજ મોરબી તેમજ તા.26 ફેબ્રુઆરીના રોજ અમરેલી મુકામે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીને આવકારવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જ્યારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું મોરબી આવવાનું નક્કી થયું છે ત્યારથી કોંગ્રેસે પણ આ સમગ્ર કાર્યક્રમ અને મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલનો વિરોધ કર્યો હતો. પોલીસે કોંગ્રેસ કાર્યાલયથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાત કરી લીધી હતી.
રાજ્યના મુખ્યમંત્રી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ કમિટિઓની મિટિંગ તેમજ કામગીરીની સોંપણી કરી ગરીબ કલ્યાણ મેળાના આયોજન અને વધુને વધુ લાભાર્થીઓને લાભ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમના સ્થળે પણ રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને અનુરૂપ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. મંડપ, ડેકોરેશન, પ્રવેશ દ્વાર, લાભાર્થીઓની બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓને સહાય આપવા માટેના વિવિધ વિભાગોના સ્ટોલ સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. મોરબીમાં તા.25મીએ સીએમ આવવના હોવાથીહેલિપેડથી લઈ યાર્ડ સુધીના માર્ગને હાલ ચમકાવવામાં આવી રહ્યો છે.ઠેર ઠેર ડામર અને પાથરવા આવી રહ્યા છે. તો બીજી તરફ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લાગુ કરી દેવામાં આવ્યો છે.

