HomeGujaratમોરબીથી MBBS અભ્યાસ માટે યુક્રેન ગયેલ છાત્ર ફસાયો,સ્થિતિ સામાન્ય ઘરમાં રહેવા સુચના

મોરબીથી MBBS અભ્યાસ માટે યુક્રેન ગયેલ છાત્ર ફસાયો,સ્થિતિ સામાન્ય ઘરમાં રહેવા સુચના

યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે દેશ દુનિયાના વિધાર્થીઓ ત્યાં ફસાયા છે હાલ આ દેશના તણાવ ભર્યા માહોલ વચ્ચે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.દર વર્ષે ભારતમાંથી નાગરિક ફસાયા છે ભારત સરકાર હાલ દરેક લોકોને લાવવા પ્રયાસ કરી રહી છે હાલ ભારતના મોટી સંખ્યા છાત્રો ફસાયેલ છે.મોરબીથી પણ કુલદીપ દીપકભાઈ દવે નામનો યુવાન પણ યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલ છે.હાલ એમબીબીએસના અંતિમ વર્ષમાં માત્ર 3 મહિના જ બાકી છે પણ આ સ્થિતીને ધ્યાને લઇ પોતાના ઘરે આવવા ઈચ્છે છે કુલદીપભાઈ હાલ યુક્રેનના ટર્નાપીલ શહેરમાં રહે છે તેમનું શહેર બોર્ડર વિસ્તારથી ખુબ દુર હોવાથી તેમના વિસ્તારમાં હાલ સ્થિતિ સંપુર્ણ પણે સામાન્ય છે જોકે સાવચેતીના ભાગરૂપે યુનીવર્સીટીમાં રજા રાખી દીધી છે અને સ્થાનિક એમ્બેસીની સલાહથી અમે ઘરમાં જ રહ્યા છીએ તા. 27 ના રોજ અમારી ફ્લાઈટ હતી પરંતુ સ્થિતિ બગડતા ફ્લાઈટ કેન્સલ થઇ છે.હવે નવી ફ્લાઈટ ક્ન્ફ્મ થાય તેવી રાહ જોઈ રહ્યા હોવાનું પણ કુલદીપે જણાવ્યું હતું.કુલદીપે ભારત સરકાર પાસે તેઓને વહેલી તકે પોતાના વતન લાવવા સગવડ કરવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW