HomeGujaratઆ ગામમાં જો ભારે વાહન આવશે તો રૂ.20,000નો દંડ થશે, પંચાયનો મહત્ત્વનો...

આ ગામમાં જો ભારે વાહન આવશે તો રૂ.20,000નો દંડ થશે, પંચાયનો મહત્ત્વનો નિર્ણય

ગીર સોમનાથ પાસે આવેલા દેવળી દેદા ગામની ગ્રામ પંચાયત એક એવો નિર્ણય કર્યો છે જેના કારણે આ ગામ ચર્ચામાં છે. આ નિર્ણય પ્રસંશનીય જ નહીં પણ અનુકરણ કરવા જેવો છે. ગ્રામ્ય પંથકના વિસ્તારમાં બેફામ વેગથી દોડતા વાહનો ઘુસી જાય છે. જેના પર નિયંત્રણ રાખવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ગામના લોકોએ વારંવાર ટ્રકની અવરજવર બંધ કરવા માટે રજૂઆત કરી હતી. તેમ છતાં ટ્રક ઘુસી આવવાને કારણે પંચાયતે નિર્ણય કર્યો છે કે, ગામમાં જો કોઈ ભારે વાહન આવશે તો એને રૂ.20000નો દંડ ભરવો પડશે.

થોડા સમય પહેલા ગ્રામ પંચાયતે રૂ.25000નો દંડ ટ્રક ચાલકો પાસેથી વસુલ કર્યો હતો. ગ્રામ પંચાયતે ગામમાં ભારે વાહનો ન લાવવા માટેના બોર્ડ પણ મૂકી દીધા છે. દેવળીદેદાની ગામે બેફાન રીતે દોડી રહેલા ટ્રકને કારણે લોકો સામે એક મોટું જોખમ ઊભું થયું છે. ગામની નજીકથી અને ખાસ કરીને રસ્તાની આસપાસ રહેલી સોસાયટીઓ પાસેથી પસાર થતા ટ્રકને કારણે સ્થાનિકોને વાહન કાઢવામાં પણ ઘણી વખત મુશ્કેલી પડે છે. જેના કારણે પંચાયતે આ પ્રકારનો નિર્ણય કર્યો છે. પુરપાટ વેગથી દોડી રહેલા વાહનો સામે પગલાં લેવા ગ્રામ પંચાયતે આ નિર્ણય કર્યો છે. ખાસ કરીને નજીકમાંથી પસાર થતા વાહનો સામે ટ્રક દોડી આવતા હોવાનું જોખમ ઊભું થયું છે. પંચાયતે આ પ્રકારનો નિર્ણય કરતા આસપાસના ગામમાં પણ એના આ નિર્ણયની ચર્ચા થઈ રહી છે. જેથી હવે ગામમાં ભારે વાહન આવતા અટકશે. જેથી રસ્તા પર નાના વાહનો સામેનું જોખમ ઓછું થઈ જશે. આ ગામ ગીર સોમનાથ જિલ્લામાં આવે છે. જ્યાંથી મોટી સંખ્યામાં ટ્રક પસાર થતા હોવાનું જોવા મળે છે.

આ પહેલા પણ સ્થાનિકોએ ટ્રેકને લઈને અનેક વખત ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરી હતી. જેથી હવે સુરક્ષા અને જોખમના મુદ્દાને ધ્યાને લઈને ગામમાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમ છતાં જો ભારે વાહન ગામમાં અંદર આવશે તો એને રૂ.20000નો દંડ ભરવો પડશે. ગ્રામ પંચાયતના આ નિર્ણયની આસપાસના લોકો તથા ગ્રામ પંચાયતો પ્રશંસા કરી રહ્યા છે. આ ઉપરાંત આ વિચાર પણ અમલમાં મૂકવા માટે પ્રયાસ શરૂ થયા છે. ભારે વાહનોને લઈને ગ્રામ્ય વિસ્તારમાં આ સમસ્યા નવી નથી. આ પહેલા પણ બેફામ સ્પીડથી દોડતા ભારે વાહનોને લઈને ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓને મુશ્કેલી ઊભી થઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW