HomeGujaratCentral Gujaratભાજપના ધારાસભ્યે ઈન્દુચાચાની જન્મજયંતીએ કરી એવી પોસ્ટ કે થયા બરોબરના ટ્રોલ

ભાજપના ધારાસભ્યે ઈન્દુચાચાની જન્મજયંતીએ કરી એવી પોસ્ટ કે થયા બરોબરના ટ્રોલ

આજે ઈન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ છે. ત્યારે ભાજપના જ એક ધારાસભ્યે સોશયલ મીડિયામાં મુકેલી પોસ્ટમાં ઈન્દુલાલ યાજ્ઞિકના સ્થાને તેમના બદલે મોરારજી દેસાઈનો ફોટો અપલોડ કરતા સોશયલ મીડિયામાં બરાબરના ટ્રોલ થયા છે.

ભાજપના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સોશયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી હતી. જે પોસ્ટ હવે વિવાદનું કારણ બની ગઈ છે. તેની પાછળનું કારણ એ છે કે તેમણે ઈન્દુચાચાની જન્મજયંતીની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ સોશયલ મીડિયામાં ઈન્દુચાચાને બદલે મોરારજી દેસાઈનો ફોટો શેર કર્યો હતો. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા પણ મોટુ રિએક્શન આપ્યું છે. જેમાં કોંગ્રેસ પ્રવક્તા મનિશ દોશીએ બાબુભાઈ પટેલના અજ્ઞાન અંગે કટાક્ષ કર્યો હતો. સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે, ગુજરાતની અસ્મિતાના વ્યક્તિ ઈન્દુચાચાને આજે ભાજપ ઓળખી શકતી નથી.

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગૌચરની જમીન અને સર્વે નંબર યાદ રહેશે. સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે, ગુજરાતની અસ્મિતા માટે લડનારને ભુલી જાય છે અને ભાજપ કહે છે કે તેમના સભ્યો જમીન સાથે સંકળાયેલા છે. સોશયલ મીડિયા ઉપર ધારાસભ્ય બાબુ જમનાની પોસ્ટ વાઈરલ થઈ છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW