મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી મચ્છુ નદી વર્ષોથી ખનીજ ચોર માટે ખનીજ ચોરીનું સામ્રાજ્ય બની ગયું છે.જિલ્લા ખાણ ખનીજ વિભાગ,આરટીઓ તેમજ પોલીસની મીઠી નજરે આડેધડ રેતી પત્થર અને કિમત માટીચોરી કરી જતા આ ખનીજ માફિયા બેફામ બની ગયા છે.

આજે મોરબી તાલુકાના મચ્છુ નદી કાઠે આવેલા ગામ ગોર ખીજડીયા,નારણકા,માનસર સહિતના આસપાસના 4થી વધુ ગામના સરપંચ હોદેદારો તેમજ ગ્રામજનોએ આજે જિલ્લા કલેકટરને આ બાબતે આવેદન પત્ર આપ્યું હતું જેમાં તેઓએ તેમના ગ્રામ્યવિસ્તારમાં આડેધડ મંજુરી વિના રેતી ચોરી થઇ રહી છે આ બાબતે અનેક રજૂઆત કરવા છતાં ખાણ ખનીજ વિભાગ કોઈ કડક એક્શન લઈ રહ્યું નથી. જેના કારણે તેઓને મોકળું મેદાન મળી રહ્યું છે આડેધડ દોડતા આ ઓવરલોડ ટ્રક તેમના ગ્રામ્ય વિસ્તારમાં રોડ જર્જરિત કરી નાખે છે તેમજ વાહન ચાલકોને પણ હડફેટે લઇ ગંભીર અક્સમાત સર્જી રહ્યા છે ત્યારે આ ખનીજ ચોરી એક સપ્તાહમાં બંધ કરવામાં નહી આવે તો ઉપવાસ આન્દોલન પર બેસવાની ચીમકી આપવામાં આવી છે

