HomeGujaratકુહાડીના ઘા મારીને પતિએ પત્નીની હત્યા કરી નાંખી, પતિએ એસિડ પી લીધુ

કુહાડીના ઘા મારીને પતિએ પત્નીની હત્યા કરી નાંખી, પતિએ એસિડ પી લીધુ

દેવભૂમિ દ્વારકામાંથી આધેડની હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પતિએ પોતાની પત્નીને માથાના ભાગે કુહાડીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. પત્નીના માથા પર ઘા માર્યા બાદ પતિએ ઘરમાં રહેલું એસિડ પી જવા પ્રયાસ કર્યા હતા. આમ પોતાનું જીવન ટૂંકાવવા માટે પણ પ્રયત્નો કર્યા. પતિને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

દેવભૂમિ દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા લખમણભા કરમભા સુમણીયા (ઉ.વ.50)એ પોતાની પત્ની સંતોકબેન લખમણભા સુમાણીયાને કુહાડીના ઘા માર્યા હતા. રીપોર્ટ અનુસાર બંને વચ્ચે સામાન્ય વાતને લઈને બોલાચાલી થઈ હતી. જેના કારણે પતિએ એને કુહાડીના ઘા મારી દીધા હતા. આ કેસમાં સંતોકબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. પતિએ પણ આ હત્યા કરી દીધા બાદ એસિડ પીને જીવન ટૂંકાવવા માટે પ્રયાસ કર્યા છે. લખમણભાને સારવાર હેતું હોસ્પિટલમાં ખસેડાયા હતા. એ પછી દ્વારકા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. દ્વારકા હોસ્પિટલમાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. સમગ્ર કેસ પર દ્વારકા પોલીસ તપાસ ચલાવી રહી છે. દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસે પ્રાથમિક પૂછપરછ પણ કરી હતી. લખમણભા તથા સંતોકબેનના લગ્નજીવનને 32 વર્ષનો સમય થઈ ચૂક્યો છે. સંતાનમાં ત્રણ દીકરી અને બે પુત્રો છે. દ્વારકામાં બપોરના સમયે આ ઘટના બની હતી. આ પરિવાર રૂક્ષમણી ગેઈટ વિસ્તારમાં રહેતો હતો. આ પહેલા પણ બંને વચ્ચે ઝઘડા થયેલા છે. પણ રવિવારે બપોરના સમયે ઝઘડાએ ઉગ્ર રૂપ લેતા સંતોકબેન પર પતિએ કુહાડીના ઘા મારી દીધા હતા.

જોકે, પરિસ્થિતિ વધારે ગંભીર થઈ જાત બંનેને જામનગર હોસ્પિટલ સારવાર હેતું લઈ જવામાં આવ્યા હતા. આ મામલે મૃતકના પુત્ર જગદીશે પોતાના પિતા સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે 302 કલમ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. દ્વારકાના PI પરમાર તથા સ્ટાફે ઘટના સ્થળની મુલાકાત લઈને નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી દીધી છે. સમગ્ર કેસને લઈને દ્વારકા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW