HomeGujaratમોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ભૂગર્ભ ગટરના પાણી નિકાલ માટે વ્યવસ્થા કરવા માંગ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ભૂગર્ભ ગટરના પાણી નિકાલ માટે વ્યવસ્થા કરવા માંગ

મોરબી જીલ્લાના મહેન્દ્રનગર ગામ પાસે ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાને લઈ સરકાર દ્વારા ઓવરબ્રિજ મંજુર કરવામાં આવેલ છે આ ઓવર બ્રિજનું તાજેતરમાંમંત્રી પુર્ણેશ મોદી તેમજ બ્રિજેશ મેરજાની હાજરીમાં ખાત મુહૃત કરવામાં આવ્યું હતું .લોકોની સમસ્યાને ધ્યાને લઇ આ કામગીરી સરાહનીય હોવાનું ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે જણાવ્યું હતું કે મોરબીના મહેન્દ્રનગર ગામને હાલ બ્રીજ કરતા જ અગત્યની અને સૌથી વધારે જો કોઈ જરૂરિયાત હોય તો તે છે. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ ભવિષ્યની વસ્તીને ધ્યાને લઇ ભૂગર્ભ ગટર ની વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે જે બાબતે ગ્રામ પંચાયત તેમજ અન્ય સરકારી કચેરી દ્વારા કોઈ જાત નું ધ્યાન દેતું નથી. તો તાત્કાલિક અસર થી ગામમાં ભૂગર્ભ ગટર તેમજ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે આ અંગે કે ડી બાવરવાએ જિલ્લા કલેકટર અને સબંધિત વિભાગને લેખિત રજૂઆત કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW