HomeGujaratમોરબી: બ્રિજનું કામ હલકી ગુણવતાની ફરિયાદ, ભ્રષ્ટાચારનો આક્ષેપ

મોરબી: બ્રિજનું કામ હલકી ગુણવતાની ફરિયાદ, ભ્રષ્ટાચારનો આક્ષેપ

મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામથી હજનાળી ગામને જોડતા રોડનું કામ ચાલી રહ્યું છે. જેમાં રાજપર ગામ પાસે બની રહેલા પુલના કામમાં હલકી ગુણવતાનું કામ કરી કોન્ટ્રકટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠવા લાગી છે. આ બ્રિજમાં વપરાયેલ સિમેન્ટ લોખંડ અને અન્ય સામાન એકદમ હલકી ગુણવતાનો હોવાથી આ બ્રીજનું આયુષ્ય ખૂબ ટૂંકું થશે જેના કારણે સરકારી રકમનો ગેર ઉપયોગ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.કોન્ટ્રાક્ટર દ્વારા હજનાળી – કુંતાસી ગામ ને જોડતા રસ્તાની બંને બાજુએ અત્યારે માટી ભરવાનું કામ ચાલુ છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા હાલ રસ્તાની બંને બાજુ આસપાસની ખેતરાઉ કાળી માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે આવનાર ચોમાસાની ઋતુમાં ચીકણી માટી ફેરવાઈ વાહન ચાલકો માટે ત્રાસરૂપ થઈ શકે છે અને જીવલેણ અકસ્માતનું કારણ બની શકે એમ હોવાનું જણાવી સ્થાનિક કાર્યકર હિતેષ ધોરિયાણી દ્વારા આ અંગે હજનાળીથી રાજપર(કુંતાસી)ને જોડતા માર્ગ પર બેઠાપુલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિગતો મેળવવા ઓનલાઈન આરટીઆઈ કરી છે. આરટીઆઇ કરી બેઠાપુલના કામના સમયગાળા દરમિયાન લગત તમામ માહિતી માંગી છે.
જેમાં તા.1/1/2020થી 31/12/2021ના સમયગાળા દરમ્યાન જારી કરાયેલા દરેક વર્કઓર્ડર કોન્ટ્રાક્ટ અને કરવામાં આવેલા કામો તેમજ પ્રગતિમાં હોય તેવા કામોના સંદર્ભમાં કોન્ટ્રાક્ટરોને ચુકવવામાં આવેલા લેટેસ્ટ રનીંગ એકાઉન્ટ બિલ અથવા અંતિમ બિલની પ્રમાણિત નકલો, આ સમયગાળા દરમિયાન બેઠાપુલના કામ સંબંધિત આપવામાં આવેલા દરેક વર્કઓર્ડર/ કોન્ટ્રાક્ટના સંદર્ભમાં ગુણવત્તામાં બાંધછોડ કરેલા કામો,સબસ્ટાન્ડર્ડ કામો અથવા કામોના ટૂંકા અમલ માટે કોન્ટ્રાક્ટરો/એજન્સીઓ પાસેથી વસૂલવામાં આવેલ દંડની રકમ, કામ સંબંધિત જાળવણી અને સમારકામ માટે થયેલા ખર્ચ દર્શાવતા નિવેદનની પ્રમાણિત નકલ વગેરે જેવી અનેક માહિતી મોકલી આપવા માંગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW