HomeGujaratCentral Gujarat15 વર્ષથી રૂ.23 લાખનો મિલકત વેરો ન ભરતા સ્કૂલ સીલ,ટ્રસ્ટે કહ્યું આ...

15 વર્ષથી રૂ.23 લાખનો મિલકત વેરો ન ભરતા સ્કૂલ સીલ,ટ્રસ્ટે કહ્યું આ સરકારી સ્કૂલ છે

ગુજરાત રાજ્યમાં ઓફલાઈન સ્કૂલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. મહાનગર અમદાવાદ પાસે સાણંદમાં આવતી સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. સાણંદ પાલિકાએ બાકી ટેક્સના એકમો સામે આકરા પગલાં લીધા છે. પાલિકાએ ટેક્સ ન ભરનારી 5 મિલકત સીલ કરી દીધી છે. જેના કારણે અન્ય ટેક્સ ન ભરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. સાણંદ તાલુકાની વર્ષો જૂની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા JDG હાઈસ્કૂલનો રૂ.23 લાખ ઉપરાંતની રકમનો મિલકત વેરો બાકી છે. જેના કારણે આ સ્કૂલને સીલ મારી દેવામાં આવી છે.

આ પગલાંને કારણે 350થી વધારે વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાયો છે. એમના ભાવિ સામે જોખમ ઊભું થયું છે. સાણંદની ભગિની સમાજ ટ્રસ્ટ તરફથી આ સંસ્કાર ક્ન્યા વિદ્યાલયનું સંચાલન થઈ રહ્યું છે. આ સ્કૂલને લોકો JDG સ્કૂલથી ઓળખે છે. સાણંદ અને નળકાંઠા અતિ પછાત વિસ્તારોની વિદ્યાર્થિનીઓ માટે આ સંસ્થા આશીર્વાદ રૂપ છે. એ સમયે ટ્રસ્ટ તરફથી છેલ્લા 15 વર્ષથી મિલકત વેરો ન ભરાતા આ વેરાની રકમ 23 લાખ સુધી પહોંચી ગઈ હતી. પાલિકાએ શુક્રવારે JDG હાઈસ્કૂલ સહીત આ ટ્રસ્ટને સંલગ્ન અન્ય સંસ્થાઓ ખાદીકેન્દ્ર અને વિશ્વવત્સલ હોસ્પિટલના સહિત એકમ સીલ કરી દીધા હતા. આ મામલે ટ્રસ્ટ તરફથી પાલિકાને એવી ચોખવટ કરાઈ હતી કે, આ એક સરકારી ગ્રાન્ટેડ શાળા છે. પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. અહીં કોઈ પ્રકારની ફી પણ લેવાતી નથી. ટ્રસ્ટની કોઈ પણ આવક નથી. એ સમયે આટલી મોટી રકમનો વેરો ભરવા એકમ સક્ષમ નથી. એટલે કન્યા કેળવણી ક્ષેત્રે તાલુકામાં આશીર્વાદ રૂપે કામ કરતી આ સંસ્થાનો વેરો કોઈ રીતે માફ કરી દેવામાં આવે.

તા.9 ફેબ્રુઆરીના રોજ એક પત્ર લખીને તંત્રને જાણ કરાઈ હતી. અંતે તંત્ર પાસે વેરો માફ કરવા માટેની અરજી પહોંચી હતી. જોકે, તંત્રએ તો સ્કૂલ સીલ કરી દીધી છે. પત્ર મામલે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. જોકે, આટલી મોટી રકમની ગણતરી ક્યા આધારે કરવામાં આવી એ અંગે ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ સંસ્થાના ટ્રસ્ટનું કહેવું છે કે, આ એક સરકારી ગ્રાન્ટેડ શાળા છે. જો સરકારી ગ્રાન્ટેડ શાળા હોય તો આ સ્કૂલને સીલ કેવી રીતે લાગી શકે એ પણ સવાલ ઊભો થયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW