HomeGujaratવિદ્યાસહાયકની ખાલી જગ્યા માટે મોરબીમાંથી 1385 ઉમેદવારોએ ફોર્મ ભરાયા, અન્ય...

વિદ્યાસહાયકની ખાલી જગ્યા માટે મોરબીમાંથી 1385 ઉમેદવારોએ ફોર્મ ભરાયા, અન્ય જિલ્લાના ઉમેદવારોએ પણ મોરબીમાં ફોર્મ ભર્યા

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 5 વર્ષ જેટલા સમયથી વિધાસહાયકોની ભરતી ન થવાના કારણે ખુબ મોટી સંખ્યામાં પીટીસી બીએડ થયેલા અને ટેટ 1 ટેટ 2 પાસ કરેલા ઉમેદવારો લાંબા સમયથી સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે
રાજ્ય સરકારના જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની 3300 જેટલી જગ્યા ભરવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે .આ ભરતી જાહેર થવાથી મોટી આશા જાગી છે જેથી રાજ્યભરમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ દાવેદારી નોધાવી છે

રાજ્યની 3300 અરજી માટે ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરવાની પ્રકિયા નિયત કરવામાં આવી હતી.ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત વધારો થયા બાદ શુક્રવાર સુધી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. શુકવાર સુધીમાં મોરબી જીલ્લામાં 1385 ઉમેદવારોએ પોતાના ફોર્મ જમા કરાવ્યા હતા. .ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમ જયારે ધોરણ 6થી 8માં ગણિત વિજ્ઞાન ભાષાઓ સામાજિક વિજ્ઞાનના વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓ સામે સરકાર દ્વારા મંજુર 1895 જગ્યાઓ તેમજ અનામત કક્ષાની ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમ ધોરણ 6થી 8 ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવાર માટે ઘટની જગ્યા મેરીટના ધોરણે ભરતી કરવા 1405 જગ્યાની ભરતી કરવા ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઇ ચુકી છે.
મોરબીમાં ધોરણ 1થી 5 માટે 265 ઉમેદવાર જયારે ધોરણ 6થી 8 માટે 1120 ઉમેદવાર નોધાયા છે.મોરબી આસપાસના રાજકોટ જામનગર સુરેન્દ્રનગર તેમજ કચ્છ જિલ્લાના ઉમેદવારોએ પણ મોરબી જીલ્લામાં દાવેદારી કરી છે.

(બોક્સ) સામાન્ય કેટેગરીની ધોરણ 6થી 8માં અરજી
ગણિત વિજ્ઞાન 139
સામાજિક વિજ્ઞાન 299
અંગ્રેજી 76
ગુજરાતી 67
હિન્દી 23
સંસ્કૃત 36
કુલ 640
(બોક્સ)ઘટ્ટમાં ધોરણ 6થી 8માં અરજી
ગણિત વિજ્ઞાન93
સામાજિક વિજ્ઞાન233
અંગ્રેજી 56
ગુજરાતી 55
હિન્દી 07
સંસ્કૃત 26
કુલ 117

ધોરણ 1થી 5 સામાન્ય 148
ધોરણ 1થી 5 ઘટ્ટ 117

વિષય મુજબ જોઈએ તો સૌથી વધુ સમાજિક વિજ્ઞાનના 532 ઉમેદવાર
મોરબી જીલ્લામાં વિદ્યા સહાયક માટે ઉમેદવારી કરનાર ઉમેદવાર પૈકી સામાજિક વિજ્ઞાન 532 ઉમેદવાર નોધાયા જયારે સૌથી ઓછા હિન્દીમાં માત્ર 30 ઉમેદવાર નોધાયા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW