HomeGujaratમોરબીમાં ચકમપરમાં આવારા તત્વોએ કેનાલના દરવાજા ખોલી નાખતા પાણી રહેણાંક વિસ્તારમાં...

મોરબીમાં ચકમપરમાં આવારા તત્વોએ કેનાલના દરવાજા ખોલી નાખતા પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસ્યા

મોરબી તાલુકાના ચકમપર ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલના દરવાજા કોઈ અજાણ્યા શખ્સોએ નર્મદા વિભાગના અધિકારીની મંજુરી વિના કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના ખોલી નાખતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતોં અને કેનાલના પાણી ગામમાં ઘુસી ગયા હતા.આ પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા ગામલોકોને હાલાકી પહોચી હતી તો તળાવ નજીક રહેતા કેટલાક પરીવારની ઘરવખરીની ચીજ વસ્તુ પલળી ગઈ હતી.આ ઘટના અંગે નર્મદા વિભાગના અધિકારીઓને જાણ થતા તેમની દ્વાર પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વો વિરુધ્દ કડક એક્શન લેવા સુચના આપવામાં આવી છે

મોરબીના ચકમપર ગામમાં આવેલ તળાવમાં પાણી ભરવા કેટલાક અસામાજિક તત્વો દ્વારા કેનાલમાંથીમુકવામાં આવેલ ફોઈલ ગેટ ગેરકાયદે ખોલી નાખ્યો હતો જેના કારણે મોટા જથ્થામાં પાણી વેડફાયું હતું અને પાણી સીધા રહીશોના ઘરમાં ઘુસી ગયા હતા. આ બાબતે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ રીતે અવાર નવાર તે ગેઇટ ખોલી નખાતા લોકોના ઘરમાં પાણી ઘુસી જવાથી ઘરવખરીને નુકશાન પહોંચે છે. તેઓને મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઉપરાંત પાણી ઘરના ફરી વળતા ઘરે આવેલા મહેમાનોને ક્યાં બેસાડવા તે માટે ભારે કપરી હાલત થઈ જાય છે. તેવી આવા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.


બીજી તરફ નર્મદા નિગમના અધિકારી એન.પી.જાડેજાએ ચકમપર ગામે આવેલ નર્મદા કેનલનો ગેઇટને બે દિવસથી કોઈ અજાણ્યા શખ્સો ગેરકાયદે ખોલી નાખે છે. જેથી નર્મદા કેનાલમાં પાણી વધુ હોય ત્યારે જ નર્મદા નિગમના જવાબદારી અધિકારીઓ એ ગેઇટ ખોલી શકે છે. પણ અમુક લોકો તળાવ ભરવા સહિતના પોતાના સ્વાર્થ ખાતે જાતે જ પાના પકડ બનાવીને આ ગેઇટને ઓપરેટ કરે છે. જે એકદમ ગેરકાયદે છે. આવું કોઈ કાળે ચલાવી નહિ લેવાય. આથી આવા લોકો ઉપર વોચ રાખીને કડક કાર્યવાહી કરાશે.તેમ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW