HomeNationalInter Nationalકાર્ગો જહાજમાં આગ લાગતા 4 હજાર જેટલી લક્ઝરી કાર થઈ ભડથુ, નાવિકોનું...

કાર્ગો જહાજમાં આગ લાગતા 4 હજાર જેટલી લક્ઝરી કાર થઈ ભડથુ, નાવિકોનું કરાયું દિલધડક રેસ્ક્યુ

એટલાન્ટિક મહાસાગરમાં બ હજારથી વધારે લક્ઝરી કાર લઈને જઈ રહેલા કાર્ગો શિપમાં ફેલિસિટી એસ મધદરિયે પોર્ટુગલ હેઠળના એઝોરેસ આઈલેન્ડ્સ પાસે આગ લાગતા તમામ લક્ઝરી કાર આગમાં ભડથુ થઈ ગઈ હતી. તો પોર્ટુગીઝ નેવી અને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા 22 જેટલા નાવિકોનું રેસ્ક્યુ કર્યું હતું.

ફોક્સવેગન ગ્રુપના એક ઈન્ટર્નલ ઈમેઈલમાંથી આ અંગેની વિગતો સામે આવી છે. જેમાં જણાવાયું છે કે, આ કાર્ગો શિપમાં 3965 જેટલી મોંઘી લક્ઝરી કાર હતી. જેમાં લેમ્બોર્ગિની, પોર્શે, ઓડી કારનો સમાવેશ થાય છે. આ કારમાંથી 100 કાર અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટનમાં ટ્રાન્સપોર્ટ કરવાની હતી.

પોર્શેના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આ કાર્ગો શિપ ઉપર તેમની 1100 જેટલી કાર હતી. જે ભડથુ થઈ ગઈ હોવાની ભીતિ છે. પોર્શે બોક્સ્ટર સ્પાયડર મોડેલની એક કારની કિંમત 75 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

તો બીજી તરફ લેમ્બોર્ગિનીએ આ જહાજમાં પોતાની કેટલી કાર ફસાઈ છે તે અંગેની માહિતી આપવાનો ઈનકાર કર્યો છે. બુધવારે બપોરે લાગેલી આ આગ ક્યાં કારણોસર લાગી તેનું કારણ હજુ સુધી આવ્યું નથી. મધદરિયે આ આગમાં ફસાયેલા 22 જેટલા નાવિકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે.

ત્રણ ફુટબોલના મેદાન જેવડુ આ જહાજ આખેઆખું ભડથુ થઈને જળસમાધિ લે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેની સાથે જ કરોડો રૂપિયાની કિંમતની લક્ઝરી કારો પણ કાટમાળ બનીને એટલાન્ટિક મહાસાગરને તળિયે બેસી જશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW