HomeGujaratCentral Gujaratસાસરે ગયેલી પત્નીને પતિએ HIV ટેસ્ટ કરાવવા દબાણ કર્યું, પછી કર્યું એવું...

સાસરે ગયેલી પત્નીને પતિએ HIV ટેસ્ટ કરાવવા દબાણ કર્યું, પછી કર્યું એવું કે…

અમદાવાદ પાસે આવેલા ખેડામાંથી ઘર કંકાસનો કિસ્સો સામે આવ્યો છે. ખેડામાં રહેતા સાસરિયાઓએ કારંજ વિસ્તારની એક પરિણિતાને કરિયાવર લાવવાનું કહી, માર મારી માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં એકવાર મહિલા એના પીયરમાંથઈ પાછી આવી ત્યારે એની મરજી વિરૂદ્ધ HIV ટેસ્ટ કરાવવાનું કહેતા માનસિક અસર થઈ હતી. મહિલાને ત્રણ તલાક આપનાર પતિ સહિતના સાસરિયાના લોકો સામે અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.

કારંજ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2008માં ખેડા જિલ્લામાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નના સાત વર્ષ બાદ પણ પતિ કોઈ કામ ધંધો ન કરતા મહિલા ત્રાસી ગઈ હતી. પતિ પણ મહિલાને ખોટી રીતે ત્રાસ દેતો હતો. બીજી તરફ સાસુ મહિલાને કહેતી કે કામધંધા મામલે તારે મારા દીકરાને કંઈ કહેવાનું નહીં. આ ઉપરાંત પીયરમાંથી કરિયાવર લાવવા માટે દબાણ કરતા હતા. જેઠ કહેતો કે મા એ ભાઈને ખોટી બલા પકડાવી નાંખી. સાસરિયાવાળાએ મહિલાને કહ્યું કે, તારા કરતા અમારા દીકરાને સારી કન્યા મળતી હતી. કરિયાવરમાં 100 તોલા સોનાના દાગીના આપતા હતા. આવું કહીને કરિયાવર માગતા હતા. થોડા દિવસ માટે મહિલા પોતાના પીયરમાં બાળકો સાથે રહેવા માટે ગઈ હતી.

ત્યાંથી પરત આવતી વખતે સાસરિયામાં આવી ત્યારે પતિએ કહ્યું કે, તું HIV ટેસ્ટ કરાવ. તો બીજી તરફ મહિલાના દાગીના પણ પતિએ લઈ લીધા હતા. એ પછી સાસરિયાવાળાએ વેચી નાંખ્યા હતા. જ્યારે મહિલા પોતાના બાળકોને ખવડાવતી અને નાસ્તો કરાવતી ત્યારે પતિ ન બોલવાનું બોલીને મારપીટ કરતો હતો. આ ઉપરાંત પતિએ ત્રણ વખત તલાક બોલીને પણ મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે મહિલા આ બધા ત્રાસથી કંટાળી જઈને મહિલા પોલીસ સ્ટેશને દોડી ગઈ હતી.

મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયા વાળા તથા પતિ સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. મહિલા પોલીસની ટીમે આ અંગે સાસરિયાવાળાની યુદ્ધના ધોરણે પૂછપરછ શરૂ કરી દીધી છે. કુલ નવ વ્યક્તિઓ સામે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે. આ કેસમાં પોલીસે પૂછપરછ સહિત તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જોકે, અમદાવાદ જેવા મહાનગર માટે ઘર કંકાસનો આ કોઈ પહેલો કેસ નથી. છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદમાં ઘર કંકાસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW