HomeGujaratયુપીમાં લગ્ન પ્રસંગે જતા ગુજરાતી પરિવાર કાળનો શિકાર, અકસ્માતમાં છ ના મોત

યુપીમાં લગ્ન પ્રસંગે જતા ગુજરાતી પરિવાર કાળનો શિકાર, અકસ્માતમાં છ ના મોત

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં એક દર્દનાક અકસ્માત થયો છે, જેમાં સુરતના એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈ મૃતકના પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.સુરત જીલ્લાનો એક પરિવાર એક મોટી સડક દુર્ઘટનાનો શિકાર બન્યો છે.

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં એક દર્દનાક અકસ્માત થયો છે, જેમાં બુધવાર વહેલી સવારે અયોધ્યા-લખનઉ હાઈવે પર નારાયણપુર ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર રસ્તા કિનારે ઊભેલા કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. આ મૃત્યું પામેલા વ્યક્તિઓમાં પતિ પત્ની અને બે બાળકો પણ સામેલ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

ઘટના અંગે સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતક પરિવાર ગુજરાતના સુરત જીલ્લાનો હતો અને તેઓ યુપીમાં એક લગ્નપ્રસંગમાં શામેલ થવા જઈ રહ્યા હતા, પરંતુ આ પહેલા જ તેઓને અકસ્માત નડ્યો હતો. એટલે પ્રસંગમાં પહોંચે એ પહેલા તેઓ કુદરતના ધામ પહોંચી ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW