HomeGujaratગોડસેને હીરો માનનારા વધ્યા, સ્કૂલમાં મારા આદર્શ નાથુરામ ગોડસે વિષય પર સ્પર્ધા

ગોડસેને હીરો માનનારા વધ્યા, સ્કૂલમાં મારા આદર્શ નાથુરામ ગોડસે વિષય પર સ્પર્ધા

જામનગરમાં નાથુરામ ગોડસેને લઈને વિવાદ સામે આવ્યા બાદ હવે દક્ષિણ ગુજરાતના વલસાડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વલસાડની કુસુમ વિદ્યાલયમાં સોમવારે એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય હવે ચર્ચામાં રહ્યો છે. વિષય હતો ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’. આ વિષય પર ગાંધીની નિંદા કરનાર તથા ગોડસેને હીરો તરીકે પ્રદર્શિત કરનારા બાળકને પહેલો ક્રમ આપવામાં આવ્યો છે.

બાળ પ્રતિભા શોધ સ્પર્ધાની પ્રેસ-નોટ

ખાસ વાત એ છે કે, ધો.5થી ધો.8ના 11થી 13 વર્ષના બાળકો માટે સ્થાનિક સરકારી કચેરી તરફથી પસંદ કરવામાં આવેલી ત્રણ પૈકી ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ પર વકતૃત્વ આપનારા બાળકોને વિજેતા જાહેર કરી દેવાયા હતા. જેને લઈને હવે વિવાદ થયો છે. સ્થાનિક અને સરકારી કચેરી તરફથી આવા વિષય અપાતા મોટો વિવાદ થયો છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સમગ્ર કેસ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. જેમાં જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત એમની સામે પગલાં પણ લેવામાં આવશે. વલસાડ જિલ્લા ક્લેક્ટર ક્ષીપ્રા અગ્રેએ જણાવ્યું હતું કે, આ રમત ગમત વિભાગ અંતર્ગત આવતી બાબત છે. તેથી રમત ગમત વિભાગ આ મામલે પગલાં લેશે. આ મારા અધિકાર ક્ષેત્રમાં આવતું નથી. જે તે વિભાગ આ અંગે કોલ કરશે અને પગલાં લેશે. પણ કેવા પગલાં લેવાશે એ અંગે કોઈ ખાસ સ્પષ્ટતા ન કરીને તેમણે આ મામલે ખો આપી હતી. હાથ ઊંચા કરી લીધા હતા. બાળ પ્રતિભા સ્પર્ધા અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં સ્થાનિક સરકારી કચેરી તરફથી વિષય અપાયો હતો.

કુસુમ વિદ્યાલયનાં શાળા-સંચાલિકા

જેના કારણે ભારે વિવાદ ઊભો થયો છે. સરકારી અધિકારીઓ તરફથી પ્રાથમિક શાળાના 7થી 12 વર્ષના બાળકો માટે વિષયની પસંદગીને લઈને મામલો ચર્ચામાં છે. જોકે, હજું એક દિવસ પહેલા બિહારના ચંપારણમાં આવેલા એક ગાર્ડનમાં ગાંધીની પ્રતિમાંને તોડી પડાઈ હતી. એ પહેલા જામનગરમાં ગોડસેની જન્મતિથિ મનાવવામાં આવી હતી. કુસુમ વિદ્યાલયના સંચાલક અર્ચનાબેન દેસાઈએ કહ્યું કે, જિલ્લાની બાળક પ્રતિભા શોધ અંતર્ગત આ વિષય મળ્યો હતો. જેમાં જિલ્લા કક્ષાની આ સ્પર્ધા યોજાઈ હતી. જેનું સમગ્ર આયોજન જિલ્લા કચેરી તરફથી કરાયું હતું. માત્ર શાળાએ પોતાની પ્રિમાઇસિસ સ્પર્ધા કરવા માટે આપી હતી. સમગ્ર આયોજન સરકારી છે. વિષયોની પસંદગી પણ સરકારી કચેરી છે.

હનુમાન આશ્રમ ખાતે ગોડસેની પ્રતિમા.

જેની શાળાને કોઇપણ પ્રકારે જાણ ન હતી. જોકે, મામલે એ ચર્ચામાં છે કે, સ્પર્ધા થઈ ગઈ હોવા છતાં ત્યાંના કોઈ શિક્ષકે ધ્યાન દોર્યું નહીં. આ વક્તૃત્વ સ્પર્ધામાં મેં થોડી માહિતી મેળવી તો જાણકારી મળી છે કે, 24 કલાક પહેલા જે-તે સ્પર્ધકોને વિષયની જાણ કરવામાં આવી હતી. વિભાગ બ માં મને તો આકાશમાં ઉડતું પક્ષી જ ગમે, વૈજ્ઞાનિક બનીશ પણ અમેરિકા નહીં જાઉં અને ત્રીજો વિષય હતો મારો આદર્શ નાથુરામ ગોડસે. એ રહ્યા હતા. જેમાં ત્રીજા વિષયને લઈને પહેલો ક્રમ પણ આપી દેવામાં આવ્યો. આ વિષયની જાણકારી મેં હમણા લીધી છે. જ્યારે પણ સરકારી કચેરીમાંથી સૂચના આવે ત્યારે
તેનો અમારે માત્ર અમલ કરાવાનો હોય છે અને સહયોગ આપવાનો હોય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW