બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાની આવનારી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને લઈને ઘણી વ્યસ્ત છે. તા.25 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ થિએટર્સમાં રીલિઝ થઈ રહી છે. હાલમાં ઈન્ટરનેટ પર ‘ગંગુબાઈ’ ફીવર જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડમાં ઘણા યુઝર્સ સામિલ છે. પણ સૌથી વધારે ચર્ચા નાની ગંગુબાઈની થઈ રહી છે. એક નાનકડી બાળકીએ આલિયા ભટ્ટની એવી નકલ કરી છે કે, યુઝર્સ એને નાની આલિયા કહીને બોલાવી રહ્યા છે.
આલિયા ભટ્ટની નાની ફેન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં નાની આલિયા ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો ડાયલોગ બોલતી જોવા મળી રહી છે. નાનકડી ‘ગંગુબાઈ’નો આ ક્યૂટ અંદાજ લોકોને એટલો પસંદ પડ્યો કે, આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. હજારો લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે બીજી બાજું એક્ટ્રેસ કંગના રણૌત ભડકી ગઈ છે. તેણે આ વિષય પર એક પોસ્ટર શેર કર્યું છે. કંગનાએ આ વીડિયો સામે વાંધો ઊઠાવ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ પર લખ્યું હતું કે, ‘શું આ બાળકીને એક સેક્સ વર્કરની નકલ કરી મોઢામાં બીડી લઈ આવા અશ્લીલ ડાયલોગ્સ બોલવા જોઈએ? આની બોડી લેંગવેજ જુવો, શું આ ઉંમરમાં બાળકોને સેક્સ્યુલાઈઝ કરવા યોગ્ય છે? આવા તો હજારો બાળકો છે જેનો આ રીતે ઉપયોગ કરવામાં આવે છે. જેનો આ રીતે ઉપયોગ કરવામાં આવે છે. કંગનાએ એની સામે વાંધો ઊઠાવ્યો છે. આ પોસ્ટમાં કંગનાએ સ્મૃતિ ઈરાનીને પણ ટેગ કર્યું છે. આમ તો અત્યાર સુધીમાં ઘણા બાળકોએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ગીત અને ડાયલોગ્સ પર વીડિયો બનાવ્યા છે. જે વીડિયો આલિયાએ પોતાની ઈન્સ્ટા. સ્ટોરી પર શેર કર્યા છે. પણ સૌથી વધારે આ નાની બાળકી ટ્રેન્ડમાં રહી છે.
ખાસ વાત એ છે કે, તે દેખાવમાં પણ આલિયા ભટ્ટ જેવી દેખાય છે. એનો બોલવાનો અંદાજ પણ આલિયા ભટ્ટ જેવો જ રહ્યો છે. અમુક અંદાજમાં તો બાળકી આલિયાને બરોબરની ટક્કર આપી રહી છે. પણ ‘ગંગુબાઈ’ના અવતાર બાળકી મસ્ત દેખાઈ રહી છે. આલિયાના આ પાત્રને કોપી કરવા માટે સફેદ સાડી પહેરી છે. કપાળે લાલ બિંદી કરી છે. બોડી લેંગ્વેજ પણ દમદાર છે. જાણવા મળ્યું છે કે, આ બાળકીનું નામ હારીતી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે. હારીતી એક ચાઈલ્ડ આર્ટિસ્ટ છે. જે મૂળ ગુજરાતની રહેવાસી છે.

