યુવાનો આજકાલ ઘોડે સવારી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આ માટે તેઓ ખાસ પ્રકારન તાલિમ પણ લે છે. પણ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી એક એવો વીડિયો સામે આવ્યો જે જોતા ચોંકી જવાયું છે. રેલવે અને વિમાન અકસ્માતના વીડિયો ઘણી વખત સામે આવ્યા છે. પણ અશ્વરેસમાં એક યુવાનનું મોત થયાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અશ્વ દોડમાં એક અશ્વ વીજપોલ સાથે અથડાયો હતો. જેમાં ઘોડેસવારનું અથડાવવાને કારણે મોત થયું હતું. આ વીડિયો કચ્છ જિલ્લાના ત્રગડી ગામનો હોવાનું જાણવા મળ્યું છે. ઘોડેસવારનો અકસ્માત થતા એને તાત્કાલિક સારવાર હેતુ હોસ્પિટલ ખસેડાયો હતો. ટૂંકી સારવાર દરમિયાન એનું મોત નીપજ્યું હતું. માંડવી તાલુકાના ત્રગડી ગામે ખેતરની સીમમાં રવિવારે એક અશ્વદોડ યોજાઈ હતી. આ દરમિયાન એક અકસ્માત થતા યુવતનું મોત નીપજ્યું હતું. વીજ પોલ સાથે અથડાયા બાદ ગંભીર ઈજાના કારણે ઘોડેસવારી કરતા રાજદીપસિંહ જાડેજા નામના યુવાનનું મોત નીપજ્યું છે. મૂળ વધારે પડતી ધૂળ ઉડવાને કારણે માર્ગની બાજુંમાં આવેલો વીજપોલ ન દેખાતા તે વીજ પોલ સાથે અથડાયો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. ત્રગડી અને ગુંડિયાડી ગામની વચ્ચે આવેલી સીમાં બપોરના સમયે આ રેસ યોજાઈ હતી. જેમાં જિલ્લાના જુદા જુદા સ્થળેથી યુવાનો આ રેસમાં ભાગ લેવા માટે આવ્યા હતા. એ રેસ શરૂ થયા બાદ એન્ડીગ પોઈન્ટ બાજું આગળ વધી રહી હતી. એ સમયે ત્રગડી ગામના રાજદીપસિંહ જાડેજા નામના યુવાનનો ઘોડો ધૂળની ડમરીઓને કારણે રસ્તામાં રહેલા વીજ પોલ સાથે અથડાયો હતો.
જેના કારણે યુવાન વીજપોલ સાથે અથડાયો હતો. સ્પીડમાં હોવાને કારણે ગંભીર ઈજા થઈ હતી અને તે ઘોડા પરથી જમીન પર પટકાયો હતો. તેને માથાના ભાગે ઈજા થઈ હતી. આ ઉપરાંત શરીરમાં બીજા ભાગમાં પણ ગંભીર ઈજા થઈ હતી. એ પછી એને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જેમાં ટૂંકી સારવાર બાદ એનું મૃત્યું થયું હતું. જોકે, અકાળે મોતને ભેટેલા યુવાનના પરિવારમાં શોકનો માહોલ છે.

