HomeGujaratશેઠ પગાર નથી આપતા, પત્ની ઘરે પૈસા માગે છે, યુવાને આખરે કંટાળીને...

શેઠ પગાર નથી આપતા, પત્ની ઘરે પૈસા માગે છે, યુવાને આખરે કંટાળીને કર્યું આવું

કોરોનાની મહામારી વચ્ચે આત્મહત્યાના કેસમાં એકાએક વધારો થયો છે. વધુ એક આત્મહત્યાના પ્રયાસની ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં એક યુવકે ટ્રેનની સામે પડતું મૂકીને આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ ઘટનામાં યુવક કોઈ રીતે બચી જતાં તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પણ આ યુવકે ડૉક્ટરને મરી જવા માટેનું ઇન્જેક્શન આપી દેવા માટે અપીલ કરી હતી. કારણ કે આ યુવકે આપઘાત કરવાનું પાછળનું કારણ જણાવ્યું હતું કે, મેં શેઠની પાસેથી પગાર માગ્યો હતો પરંતુ શેઠ પગાર આપતા નથી.

ઘરે જાવ તો પત્ની પગાર માંગે છે, ભાડું ઘરનું ચૂકવવાનું બાકી છે. ખાસ વાત એ કે, આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકના ત્રણ સંતાનો છે. તેથી પરિવારના સભ્યોએ ડૉક્ટર સામે આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને બચાવી લેવાની અપીલ કરી હતી. પણ યુવક આર્થિક ભીંસમાં આવતા કંટાળી ગયો હતો અને આ યુવકનું નામ વિનોદ હોવાનું સામે આવ્યું છે. લિંબાયત વિસ્તારમાં વિનોદ નામનો યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન વિનોદ ચલાવતો હતો. જે મકાનમાં તે રહે છે તે ભાડે રાખેલું મકાન છે. જે કંપનીમાં વિનોદ કામ કરતો હતો તે કંપનીના માલિકે તેને એક મહિનાથી પગાર આપ્યો નથી. ઘર ચલાવવામાં વિનોદને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો. ઘર ચલાવવા માટે વિનોદની પત્ની તેની પાસેથી પૈસા માંગતી હતી. આના કારણે ડખા થતા. રાત્રે 10:30 વાગ્યા આસપાસ વિનોદ તેના ઘરે આવ્યો ન હતો ત્યારબાદ પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પણ વિનોદ મળી આવ્યો ન હતો. વિનોદના પરિવારને એકાએક સવારે સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો.

પછી વિનોદના પરિવારના સભ્યો દોડતા થઇ ગયા હતા. વિનોદના પરિવારના સભ્યો તાત્ત્કાલિક હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પરિવારના સભ્યોને જાણવા મળ્યું હતું કે, વિનોદે ટ્રેનની સામે પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ડૉક્ટર ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તે એટલી જ વાત કરતો હતો કે, મને એવું ઇન્જેક્શન આપો કે હું મારી જાવ. મને મારી નાખો. મારે નથી જીવવું. શેઠ પગાર નથી આપતો. ઘરે જાઉં તો પત્ની પગાર માગે છે. ઘર ભાડું ચૂકવવાનું પણ બાકી છે. તેની વ્યથા સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. આર્થિક લાચારીમાં તેને આપઘાતનો પ્રયાસ કર્યો હોય તેવું લાગે છે. આ ઘટનામાં યુવકની હાથની આંગળી કપાઈ ગઈ છે અને તેને પગમાં પણ ઈજા થઇ છે. આ ઘટનામાં તેને તાત્કાલિક ઓપરેશન પર લેવો પડે તેમ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW