રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશથી મોરબી જિલ્લા ડિસ્ટ્રીકટ જજ એ.ડી.ઓઝાના માર્ગદર્શનમાં તા 12 માર્ચના રોજ મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટ તેમજ વાંકાનેર,હળવદ ટંકારા તેમજ માળિયા.મી કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ 1988 અંતર્ગત અકસ્માત લગતા કેસ, ફોજદારી સમાધાનને લાયક કેસ,નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 ના કેસ,લગ્ન સબંધી ફેમેલી કેસ,મહેસુલ કેસ,ભરણપોષણ કેસ,એલ એ આર કેસ,હિન્દુ લગ્ન ધારો,મજુર અદાલતના કેસ, દીવાની દાવા જેવા કે ભાડાના,બેંક વગેરે કેસ વીજળી પાણીના કેસ સમાધાનમાં માટે મૂકી શકાય તેવા કેસ જ લેવામાં આવશે
આ લોક અદાલતમાં હાજર રહેતી વખતે પક્ષકારો વકીલને કોવિડ પ્રોટોકોલનું ફરજીયાત પાલન કરવા પણ સુચના આપવામાં આવી છે.પક્ષકારોએ લોક અદાલત દ્વારા વિવાદનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવા અદાલત તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરવાનો રહેશે.

