મોરબી જીલ્લામાં હાલ કોરોનાનાનવા કેસમાં દિન પ્રતિદિન કેસ મોટા પાયે ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે ગુરુવારે જિલ્લામાં 1204 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 17 કેસ સામે આવ્યો હતો. આ 17 નવા કેસમાં 12 મોરબીમાં આવ્વાંયા હતા જયારે વાકાનેર હળવદ માળિયા 1-1 કેસ આવ્યા હતા. જયારે ટંકારામાં 2 માત્ર કેસ આવ્યા હતા બીજી તરફ 53 દર્દી સ્વસ્થ થયા હતા આ 53 દર્દી માં મોરબીમાં 44 વાંકાનેર 2,માળીયામાં 2 જયારે ટંકારામાં 4 દર્દી સ્વસ્થ થયા હતા.મોરબીમાં આજ દિન સુધીમાં કુલ 492 416 લોકોના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેમાંથી 10656 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 10045 દર્દી સ્વસ્થ થયા છે. જયારે 93 દર્દીના સતાવાર મોત થયા હતા.

