મોરબીની દોશી હાઈસ્કુલમાં શાળામાં ફરજ બજાવી ચુકેલા શિક્ષક સ્વ જે ટી મકવાણા તેમના જીવતા આત્મકથા લખતા હતા જોકે આકસ્મિક રીતે અવસાન થયા બાદ તેમની આત્મકથા અધુરી રહી હતી આ અધૂરું હોય તેમ 1979ના જળ હોનારતમાં આ આત્મકથનના ઘણા બધા પેજ પલળી ખરાબ થઇ ગયા હતા.જે ટી મકવાણાના પુત્ર અને ગુજરાત કેન્દ્રીય યુનીવર્સીટીના પ્રોફેસર રાજેશભાઈ મકવાણાએ આ બાકી રહેલા પેજ સાચવી રાખ્યા હતા અને તેને પુસ્તક રૂપે પ્રકાશિત કરવાની ઈચ્છા થઇ હતી જેથી તેમણે પોતાના પ્રોફેસર તરીકેનો અનુભવનો ઉપયોગ કરી પિતાની આત્મકથન પૂર્ણ કરી “અડધી રાત્રે અંધારું ” નામની પુસ્તક પ્રકાશિત કરી છે અને પિતાની 40મી પુણ્યતિથીએ વિમોચન કરી શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કર્યું છે.
9 ફેબ્રુઆરીના રોજ ભડિયાદ રોડ પર આવેલ તથાગત બુદ્ધ કમ્યુનીટી હોલ ખાતે પિતાની 40 મી પુણ્યતિથીએ પ્રોફેસરપુત્ર દ્વારા તેનું વિમોચન કરવાનું આયોજન કર્યું છે. આ પ્રસંગે જાણીતા કવિ સંજુ વાળા,ડો. રતિલાલ રોહિત,ડો.જે.એમ.ચંદ્રવાડીયા, ડો.સુનીલ જાદવ સહિતના આગેવાનો હાજર રહેશે.

