જૂનાગઢમાં ગત 6થી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાવાની હતી. પરંતુ કોરોનાના વધતા સંક્રમણના કારણે તેને મોકુફ રાખવી પડી હતી. ત્યારે હવે 20મી ફેબ્રુઆરીએ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 449 જેટલા સ્પર્ધકો ભાગ લેશે.

રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી તા. 20 ફેબ્રુઆરીના રોજ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 449 સ્પર્ધકો ભાગ લેશે. કોરોનાના કારણે તા. 18 અને 19ના રોજ સ્પર્ધકોના આરોગ્યની તપાસ પણ કરાશે. આ સ્પર્ધામાં 195 સિનિયર ભાઈઓ, 89 જુનીયર ભાઈઓ તો 955 સિનિયર બહેનો અને 70 જુનિયર બહેનો ભાગ લેશે. સવારે 7.20 કલાકથી જૂનીયર અને સિનિયર ભાઈઓ અને સિનિયર તથા જુનીયર બહેનો માટે 7.35 કલાકથી સ્પર્ધા શરૂ થશે.

