મોરબી શહેરના નહેરુગેટ ચોક વિસ્તાર નજીક એક તરફ શાક માર્કેટ છે તો બીજી તરફ સોના ચાંદીના દાગીનાની દુકાનો આવેલ છે જેના કારણે મોટી સંખ્યામાં મહિલાની અવરજવર રહે છે. આ વિસ્તારમાં મહિલા માટે એક પણ જાહેર યુરીનલ નથી જેના કારણે મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહી છે આં બાબતે સામાજિક કાર્યકર દ્વારા અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા એક પણ યુરીનલ બનાવવામાં નથી આવતું આ બાબતે ફરી એકવાર સામજિક કાર્યકર રાજુભાઈ દવે,અશોક ખરચરિયા,જગદીશ બાંભણીયા,અશોક ખરચરીયા સહિતના ફરી ચીફ ઓફિસર પાલીક પ્રમુખ ઉપપ્રમુખ સહિતના ને લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે

