HomeGujaratમોરબીના મણી મંદિર પાસે ખડકાયેલ ગેરકાયદે બાંધકામ દુર કરવાની માંગ સાથે હેરીટેજ...

મોરબીના મણી મંદિર પાસે ખડકાયેલ ગેરકાયદે બાંધકામ દુર કરવાની માંગ સાથે હેરીટેજ બચાઓ સંઘર્ષ સમિતિના ધરણા

મોરબી શહેરની શાન સમાં મણીમંદિર પાસે ગેરકાયદે દબાણ થઇ રહ્યું છે. અને આ દબાણ દિવસે દિવસે આગળ વધી રહ્યું છે. આ બાબતે હેરીટેજ બચાઓ સંઘર્ષ સમિતિના સદસ્યો અને સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે અને મંદિર પાસે ખડકાયેલ દબાણ દુર કરવા માંગણી કરી રહ્યા છે. આ બાબતે અગાઉ અનેકવાર જિલ્લા કલેકટર,નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ માર્ગ મકાન વિભાગમાં લેખિત રજૂઆત કરવા છતા સબંધિત વહીવટી તંત્ર દ્વારા આ દબાણ દુર કરવામાં આવી રહ્યું નથી. પાલિકા માત્ર નોટીસ આપી સંતોષ માની રહ્યું છે. કલેકટર પણ આ બાંધકામ હટાવવા આદેશ કરવાના બદલે આંખ આડા કાન કરી રહ્યા હોવાથી આજે મોરબી કલેકટર કચેરી ખાતે આ હેરીટેજ બચાઓ સંઘર્ષ સમિતિ તેમજ કાજલ હિદુસ્તાની દ્વારા તાત્કાલિક દબાણ હટાવવાની માંગ સાથે ધરણા કર્યા હતા અને સબંધિત વિભાગ પર આ દબાણ હટાવવા એક્શન ન લઇ તેને વધુ દબાણ કરવા છાવરતા હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે સાથે સંઘર્ષ સમિતિ દ્વારા પણ જો વહેલી તકે આ દબાણ દુર કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી અપાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW