મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુંદરગઢ ગામના ખેડૂતે પોતાના ખેતરમાં બાગાયતી પાક લેવાનું નક્કી કરી દાડમનું વાવેતર કર્યું હતું. હાલ તેમમાં ખેતર દાડમના ફળ આવવા લાગ્યા છે અને આ દાડમથી તેઓ વિધે રૂ.2 લાખ સુધીની કમાણી કરી રહ્યા છે.
મોરબી જિલ્લાનો હળવદ તાલુકો ખેતી ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરી રહ્યો છે.અહીંના પ્રગતિશીલ ખેડૂતો ખેતી વ્યવસાયમાં અલગ અલગ પ્રકારના પ્રયોગ કરી સફળ થઇ રહ્યા છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે. હળવદમાં ઘણા બધા ખેડૂતો સીઝન દરમિયાન જે તે સીઝનના પાક લેતા હોય છે તો થોડી જમીન બાગાયતી પાક માટે પણ ફાળવી તેનાથી અન્ય રોકડી કમાણી પણ કરી લેતા હોય છે. આવા જ એક પ્રગતિશીલ ખેડૂતે બાગાયતી પાકમાં પણ કાઠું કાઢ્યું છે હળવદ તાલુકાના સુંદરગઢ ગામના મકનભાઈ પરસોતમભાઈ પરમાર નામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં બાગાયતી પાકનો પ્રયોગ કર્યો છે અને આ પ્રયોગ સફળ રહ્યો હતો.

ખેડૂતે પોતાના ખેતરમાં બાગાયતી પાક લેવાનો વિચાર કર્યો અને દાડમના પાકનું વાવેતર કર્યું હતું અને હાલ તેઓ દાડમનો પાક પણ લેવા લાગ્યા છે તેઓને એક છોડમાંથી 30 કિલો જેટલા દાડમ થઈ રહ્યા છે કિલો દીઠ બજારમાં 50થી 60 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે જેના કારણે એક વિઘા દીઠ 2 લાખ સુધીની કમાણી કરી રહ્યા છે. જોકે આટલી આવક સામે વિધે દીઠ 30થી 35 હજારનો ખર્ચ જ થઇ રહ્યો છે. મકનભાઈના જણાવ્યા મુજબ તેમણે પોતાના ખેતરમાં સીઝન પાકની સાથે બાગાયતી પાક લેવાનું નકકી કર્યું 4 વર્ષ પહેલાં તેમણે 30 વિઘા જમીનમાં દાડમનું વાવેતર કર્યું હતી

હાલ 30 વિઘા જમીનમાં ફળ આવવાના શરૂ થઈ ગયા છે. જ્યારે 50 વિઘા જમીનમાં હજુ છોડ નાના છે જેથી તેમાં ફળ હજુ નથી આવ્યા કેટલાક છોડમાં હજુ વેચાણ થાય તેવા ફળ નથી.હાલ માત્ર 30 ફળ આવી રહ્યા છે. છેલ્લી સીઝનમાં અમને 30 વિઘામાં રૂ20 લાખની આવક થઈ હતી.હજુ આગામી એક મહિનામાં ફરી ફળ વેચવા માટે તૈયાર થઈ ગયા છે. જેનાથી પણ રૂ.15 લાખની આવક થવાની સંભાવના છે.

