HomeGujaratમોરબી જિ. પં.માં રૂ.2.47 કરોડની સિલક સાથે નાણાકિયા વર્ષનું રૂ. 527.66 કરોડનું...

મોરબી જિ. પં.માં રૂ.2.47 કરોડની સિલક સાથે નાણાકિયા વર્ષનું રૂ. 527.66 કરોડનું બજેટ મંજુર

મોરબી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષતા અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના સચિવ પદે આજે સામાન્ય સભા મળી હતી. અલગ અલગ એજેન્ડા લેવામાં આવ્યા હતા.સૌ પ્રથમ ગત સામાન્ય સભા તેમજ તેમાં લેવાયેલ નિર્ણયને બહાલી આપવામાં આવી હતી બાદમાં પ્રશ્નોતરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના સદસ્ય નવઘણભાઈ મેઘાણી અને સરોજબેન ગાંભવા દ્વારા તેમના મત વિસ્તારના પ્રશ્નો રજુ કર્યા હતા.બાદમાં આગામી નાણાકીય વર્ષ 2022 -23 નું વાર્ષિક બજેટ રજુ કરવામાં આવ્યું છે.આ વર્ષે જિલ્લા પંચાયત દ્વારા કુલ રૂ.527.66 કરોડનું તોતિંગ બજેટ રજુ કરવામાં આવ્યું હતું.જેમાં ઉઘડતી સિલક રૂ. 10 કરોડ 06 લાખ દર્શાવી હતી જયારે ખર્ચ માટે થયેલા ફાળવણીની વાત કરીએ તો રૂ. 527.66 કરોડમાંથી સામાન્ય વહીવટ,પગાર ભથ્થા ચૂકવણા માટે રૂ. 1.33 કરોડ, વિવિધ ગ્રામ પંચાયતના વિકાસ કામ માટે રૂ. 7 કરોડની જોગવાઈ કરી છે,શિક્ષણ ક્ષેત્રમાં રૂ. 70.૩૩ લાખ,આરોગ્ય ક્ષેત્રમાં રૂ. 11.60 લાખ,ખેતીવાડી ક્ષેત્રમાં રૂ. 8.50 લાખ, પશુપાલન વિભાગમાં રૂ. 2.10 લાખ,સમાજ કલ્યાણ ક્ષેત્રમાં રૂ. 60 લાખ,આકડા વિભાગની કામગીરી માટે રૂ. 1.30 લાખ,કુદરતી આફત જેમાં પુર નિયંત્રણ માટે રૂ. 2.40 કરોડ,સિંચાઈ ક્ષેત્રમાં રૂ .46.75 લાખ,બાંધકામ ક્ષેત્રમાં રૂ .૩.11 કરોડ જયારે અન્ય નાના મોટા ખર્ચ માટે રૂ .37.31 લાખની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લ્લા પંચાયત દ્વારા આ તમામ ખર્ચ માટે આવક સ્ત્રોત તરીકે રેતી કવોરીની ફી ના 1 કરોડ,સ્ટેમ્પ ડ્યુટી માંથી 7 કરોડ, સ્વભંડોળ પેટે રૂ 9 કરોડ, ખાતેદાર ઓકટ્રોય અનુદાન થી રૂ 50 હજાર,ગુજ.પંચાયત અધિનિયમ અંતર્ગત જમીન મહેસુલ રૂ 20 લાખ,જંગલ મહેસુલ માટે 20 હજાર,સ્ટેશનરી ખર્ચ માટે અનુદાન રૂ 2.90 લાખ,ડીડીઓ,તેમજ સ્ટાફ ખર્ચ,લોકલ બોર્ડની જગ્યાએ ઉપરના મહેકમ મોઘવારી ભથ્થા ખર્ચના 50 ટકા અનુદાન માથી રૂ 20 લાખ સેવા પસંદગીની આવકમથી 15 લાખ નગરપાલિકા સિવાયના વિસ્તારમાં આવેલ શાળાઓના શિક્ષણ ઉપકર માંથી 40 લાખ સહિતની રૂ આવકનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

જિલ્લા પ્રમુખ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ,રસ્તા સિંચાઈ,કૃષિ તેમજ અન્ય વિકાસ કામ જેમાં ગ્રામ પંચાયતમાં પંચાયત ભવન,શાળાના ઓરડા તેમજ,ગ્રામ્ય વિસ્તારમાં જરૂરી બાંધકામ માટે રકમ ફાળવી હોવાના દાવો કરવામાં આવ્યો છે.

(બોકસ)ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ માટે કોઈ મોટી જાહેરાત નહી

પંચાયત દ્વારા રજુ કરેલ અ વર્ષના બજેટમાં નવા કામની જાહેરાત નથી પણ ગત નાણાકીય વર્ષની જેમ રોજીંદા ખર્ચ, હાલ જે પણ યોજનાના કામ ચાલી રહ્યા છે તેમજ વિભાગના ખર્ચ માટે રકમ ફાળવી છે.જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતના વિકાસ કામ માટે કોઈ નવી ફાળવણી કરેલ નથી

(બોક્સ)ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ રોડ રસ્તા તેમજ સિંચાઈ કામની ફરિયાદ યથાવત

મોરબી જિલ્લામાં 2017,2020ના વર્ષમાં આવેલ પુરના કારણે ટંકારા,માળિયા વાંકાનેર તાલુકામાં સિંચાઈ માટે બનેલ ચેકડેમ તૂટી જવા મચ્છુ ડેમ તેમજ અલગ અલગ ડેમની કેનાલ હાલ જર્જરિત હાલતમાં હોય આ કેનાલ રીપેર કરવા વર્ષોથી માંગણી છે છતાં તે કામગીરી થતી નથી,નાની સિંચાઈ યોજના અંતર્ગત કામગીરી ન થતી હોવાની ફરિયાદ યથાવત છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગોના પ્રશ્ન યથાવત છે ત્યારે આ નવા બજેટથી પ્રશ્ન હલ થશે તે પણ એક સવાલ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW