HomeGujaratCentral Gujaratકેવી ગરીબીઃદંપતિ કચરાપેટીમાંથી ખોરાક શોધીને ખાય છે પતિ સાથે થયું હતું આવું

કેવી ગરીબીઃદંપતિ કચરાપેટીમાંથી ખોરાક શોધીને ખાય છે પતિ સાથે થયું હતું આવું

ક્યારેક નજરની સામે એવી ઘટના સામે આવે છે કે, હૈયુ હચમચી જાય. દયા આવી જાય પણ વાસ્તિવકતાને ખુલ્લી આંખે સ્વીકારવી પડે છે. મજબુરી અને ગરીબી વ્યક્તિને શું ન કરાવે એવા ઘણા કિસ્સાઓ આપણી સામેથી પસાર થયા હશે. કોઈ ગુનાખોરીમાં ફસાય તો કોઈ બે ટંકનું જમવાનું ભેગું કરવામાં આખી જિંદગી ખર્ચી નાખે. પણ ખાવા માટે ડસ્ટબીન ફેંદવા પડે એવું ચિત્ર સામે આવે તો? જ્યાં આ વાંચતા નેણ ઊંચા થઈ જાય છે. પણ વડોદરામાં તો આ હકીકત બની છે.

ગતિશીલ ગુજરાતની કડવી હકીકત સામે આવી છે. એક દંપતીને વડોદરામાં કચરાપેટીમાંથી ખોરાક શોધવાનો વારો આવ્યો છે. પતિની નોકરી છૂટી ગયા બાદ કામ ન મળતા કચરો વિણવાનું શરૂ કર્યું, પણ એનાથી પેટનો ખાડો બુરાય એમ ન હતો.સ્થિતિ કપરી બનતા કચરાપેટીમાંથી ખોરાક શોધવાનો વખત આવ્યો છે. આ દંપતી મૂળ વડોદરાના કરજણ તાલુકાના વેમાર ગામનું હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં આવેલી પટેલ સુપરમાર્કેટ પાસે મુકાયેલી કચરા પેટીમાંથી આ દંપતિ જમવાનું શોધતું હતું. જે ખરેખર એક્સપાયરી ડેટનું હોય છે. આવા ફૂડ પેકેટો વીણી પેટનો ખાડો પૂરતા મૂળ કરજણ તાલુકાના વેમાર ગામના દંપતી. કઈ કામ ન મળતા કચરો વિણવાનું શરૂ કર્યું. બેકારી, ગરીબી અને લાચારીના દારુણ દ્રશ્યો અને માનવજાત, સમાજ તેમજ સરકારને પણ નીચા જોણું કરાવે છે. જોકે કચરો વીણી મળતા રૂ.30 થી 40 થી બંનેનો પેટનો ખાડો પૂરતો ન હતો. માતા-પિતાના અવસાન બાદ ધો. 10 પાસ અને ડ્રાઇવિંગ કરતા યુવકને ફરી કામ નહીં મળતા કચરો વિણવાની શરૂઆત કરી હતી. વડદરામાંથી આ ઘટના સામે આવતા અનેક સામાજિક સંસ્થાઓ હવે સામે આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW