HomeGujaratCentral Gujaratતાંત્રિકવિધિની ઓડીયો ક્લિપ વાઈરલ મુદ્દે અમદાવાદના કોંગી નગરસેવિકા પક્ષમાંથી સસપેન્ડ

તાંત્રિકવિધિની ઓડીયો ક્લિપ વાઈરલ મુદ્દે અમદાવાદના કોંગી નગરસેવિકા પક્ષમાંથી સસપેન્ડ

અમદાવાદના દાણીલીમડાના કોંગ્રેસના મહિલા નગરસેવિકા પોતે વિપક્ષના નેતા નહીં બની શકતા કાળા જાદુના શરણે પહોંચ્યાં હતાં. આ અંગેનો ઓડિયો ક્લિપ સોશયલ મીડિયામાં વાઈરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તો પક્ષે આ મહિલા નગરસેવીકાને પક્ષમાંથી અચોક્કસ મુદ્દત માટે સસપેન્ડ કરી દેવાયાં છે.

અમદાવાદના દાણીલીમડાના કોર્પોરેટર જમના વેગડાએ કથિત કાળા જાદુનો સહારો લઈ તેમના સ્પર્ધી શહેઝાદ ખાન અને ધારાસભ્ય શૈલેષ પરમાર સામે કામ આપ્યું હોવાની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. તેમજ આ કામ ધોરાજીમાં રહેતી એક તાંત્રિક મહિલા જમનાબેનને સોંપી હતી. આ સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવ્યાં બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સુધી પહોંચ્યો હતો.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કથિત કાળા જાદુનો સહારો લેવાની આ ઘટનામાં દાણીલીમડાના મહિલા કોંગી કોર્પોરેટર જમનાબેન વેગડા સામે કડક કાર્યવાહી કરી હતી. તેમજ તેમને પક્ષમાંથી અચોક્કસ મુદ્દત માટે સસપેન્ડ કરી દેવામાં આવ્યાં છે. તો હવે આ મુદ્દે કોંગી નગરસેવિકા આ ઓડિયો ક્લિપ મારી નહીં હોવાનું અને મને ફસાવવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતે તાંત્રિક વિધીમાં માનતી નથી અને બાવા-ધુતારામાં પણ માનતી નહીં હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત અત્યારે ડીઝિટલ યુગમાં ઘણુ બધુ એડીટ થતું હોવાનો પોતાનો પક્ષ રાખ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW