દુનિયાભરમાં અનેક એવી મોડેલિંગ સ્પર્ધાઓ યોજાય છે. જેમાં ભાગ લેનારી સુંદરીઓ પોતાના ટેલેન્ટ પર જુદા જુદા ખિતાબ જીતે છે. કોઈને તાજ મળે છે તો કોઈ ફર્સ્ટ રનરઅપ, સેકન્ડ રનરઅપ થાય છે. એવા પ ઘણા ફેશન શૉ થાય છે જેમાં લોકો એક એક લેવલ પાર કરીને ઈન્ટરનેશનલ મંચ સુધી પહોંચી જાય છે. જ્યાં તેઓ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફેશન શૉ અને મોડેલિંગમાં જુદી જુદી કેટેગરી પણ હોય છે.

તાજેતરમાં એક લેડી ડૉક્ટરે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લીધા બાદ જ્યારે વિજેતાના નામનું એલાન થયું તો આ તબીબને પોતાના પર વિશ્વાસ ન થયો કે એનું નામ જાહેર થયું છે. આ ડૉક્ટરને Miss Pakistan Universal 2022નો તાજ પહેરાવવામાં આવ્યો છે. Miss Pakistan Universal 2022નો ખિતાબ જીતનારી આ ડૉક્ટરનું નામ ડૉ.શફાક અખ્તર છે. જે પાકિસ્તામાં આવેલા લાહોર સિટીની રહેવાસી છે. કેનેડામાં આયોજીત એક વર્ચ્યુઅલ બ્યુટી પેજન્ટમાં તેણે ભાગ લીધો હતો. જેમાંથી તેને આ ખિતાબ મળ્યો છે. Miss Pakistan Universal 2022નો ખિતાબ જીતનારી ડૉ.શફાકને મિસ પાકિસ્તાન યુનિવર્સ, સમન શાહે તાજ પહેરાવ્યો હતો. આ સિવાય સના હયાતને Miss Pakistan Global,નદા ખાનને Mrs. Pakistan Worldનો ખિતાબ આપવામાં આવ્યો છે. આ સ્પર્ધાના વિજેતાઓને પ્રાઈઝ આપવા માટે લાહોરમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામને તાજ અને પ્રાઈઝ આપવામાં આવ્યા.

ડૉ. શફાક અખ્તર ઈન્સ્ટાગ્રામ પર ખાસ કંઈ સક્રિય નથી. પણ એના ઈન્સ્ટા એકાઉન્ટ પર કુલ 3000 ફોલોઅર્સ છે. પણ જે કંઈ ફોટો તે શેર કરે છે એને જોઈને એવું લાગે છે કે, તે ખૂબ જ સ્ટાઈલીશ છે. ડ્યૂટીના ટાઈમ બાદ તે ફરવાનું પસંદ કરે છે. ફોટો ક્લિક કરે છે. તેણે હોસ્પિટલના પણ કેટલાક ફોટો લીધા છે. જેને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. ડૉ. શફાકે વિનરનો તાજ પહેર્યા બાદ કહ્યું કે, વર્ષ 2022ની બ્યૂટી ક્વિન બનવું એના માટે એક સન્માનની વાત છે. ભવિષ્યમાં ઘણી ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લઈશ અને દેશનું નામ રોશન કરવા માટે પ્રયાસ કરીશ. મારી આ સફળતાને કારણે મારા આત્મવિશ્વાસમાં ઘણો મોટો વધારો થયો છે. હું આશા રાખું છું કે, ભવિષ્યમાં આ પ્રકારની સફળતા મને મળતી રહે.
આ સ્પર્ધામાં શાયરા રાયને Miss Trans Beauty Queenનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તે પાકિસ્તાનની પહેલી Miss Trans Beauty Queen બની છે. શાયરાએ જણાવ્યું હતું કે, તે દુબઈમાં અભ્યાસ કરીને આવી છે.ઘણી વખત પાકિસ્તાની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

