મોરબીના સીરામીક ઈન્સ્ટ્રીયલ ઝોનમાં સમાં જુના ઘુટૂ રોડ પર આવેલ ડેકો ગોલ્ડ ગ્લેઝડ ટાઇલ્સ લિમિટેડ નામની સીરામીક ફેકટરીમાં સવારે 10:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી.બનાવની જાણ થતાં મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સતત 2 કલાક દરમિયાન પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો જોકે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.આ ટ્રાન્સફોર્મરમાં શોક સર્કિટ થવાના કારણે આગ લાગ્યા હોવાનું સામે આવ્યું છે.

