HomeNationalઢોસા ખાવા પર મળશે રૂ.71000, અહીં મળે છે મસ્ત ઓફર્સ

ઢોસા ખાવા પર મળશે રૂ.71000, અહીં મળે છે મસ્ત ઓફર્સ

જો તમે પણ ઢોસા ખાવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે. તમે ઢોસા ખાવાની સાથે 71000 રૂપિયા તમારા ઘરે લઈ જઈ શકો છો. શરત એ છે કે, 40 મિનિટમાં ઢોસો પૂરો કરવાનો છે. હવે તમે વિચારતા હશો કે આવી ઓફર ક્યાં મળે છે? તો આવી ઑફર દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ છે. દિલ્હીના ઉત્તમ નગરમાં ‘સ્વામી શક્તિ સાગર રેસ્ટોરન્ટ’ નામની એક રેસ્ટોરન્ટ છે. અહીં લોકોને ‘ઢોસા ચેલેન્જ’ પૂર્ણ કરવા પર તેમની સાથે 71,000 રૂપિયાનો ચેક ઘરે લઈ જવાનો મોકો મળી રહ્યો છે.

જો કે આ સામાન્ય ડોસા નથી, પરંતુ આ ઢોસાની લંબાઈ 10 ફૂટ છે. આ ઢોસા આજકાલ લોકો માટે એક પડકાર બની ગયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની આ રેસ્ટોરન્ટે તેના ગ્રાહકોને આ અનોખી ચેલેન્જ આપે છે. અહીં આવતા, ઢોસા પ્રેમીઓને 71,000 રૂપિયા જીતવાનો મોકો ત્યારે જ મળશે જો તેઓ માત્ર 40 મિનિટમાં 10 ફૂટ લાંબા ઢોસા ખાવા તૈયાર થશે.

રેસ્ટોરન્ટના માલિક શેખર કુમારનું કહેવું છે કે અમારી રેસ્ટોરન્ટમાં 10 ફૂટ લાંબી ‘ઢોસા ચેલેન્જ’ ચાલી રહી છે. રેસ્ટોરન્ટના માલિકે કહ્યું કે જે પણ 40 મિનિટમાં એકલા ઢોસા પૂરો કરશે, અમે તેને ચેકના રૂપમાં 71,000 રૂપિયાની ઈનામી રકમ આપીશું.માલિકે જણાવ્યું કે પહેલા તે નાના ઢોસા બનાવતો હતો, પરંતુ હવે તેણે તેના ગ્રાહકો માટે તેને વધુ પડકારજનક બનાવી દીધું છે. અગાઉ તે 5 ફૂટ, 6 ફૂટ અને 8 ફૂટના ઢોસા બનાવતો હતો. પરંતુ હવે તે 10 ફૂટના વિશાળ ડોસા બનાવે છે.

રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું કે અત્યાર સુધીમાં 25 થી 26 લોકોએ આ ચેલેન્જ સ્વીકારી છે. જો કે, આજ સુધી કોઈ આ પડકાર જીતી શક્યું નથી. માલિકનું કહેવું છે કે આ ચેલેન્જમાં ભાગ લેવા માટે ઘણી જગ્યાએથી કોલ આવી રહ્યા છે. આ ઢોસાની કિંમત રૂ.1500 છે. ચેલેન્જમાં ભાગ લેનાર એક ગ્રાહકે કહ્યું કે તેણે ચેલેન્જ લીધી હતી, પરંતુ તે ઢોસો પૂરો કરી શક્યો નહીં અને ચેલેન્જ હારી ગયો. ગ્રાહકે કહ્યું કે ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ છે. ખાવાની મજા આવી ગઈ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW