કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત ATSના ઉચ્ચ અધિકારી Dysp બી.એચ. ચાવડાએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં કોનો શું રોલ હતો એ અંગે સ્પષ્ટતા થઈ છે. આ ઉપરાંત એક સંગઠનનું નામ પણ સામે આવ્યું છે. ગઈ તા.25 ના રોજ ધંધુકા ખાતે ફાયરિંગ કરીને હત્યા કરી દેવાનો બનાવ બન્યો હતો. ભૌમિક બોળિયા અને કિશન બોળિયા જ્યારે બાઈક પર જતા હતા ત્યારે પાછળ બાઈક પર આવેલા શખ્સોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં કિશનનું મોત થયું હતું. આ અંગે ધધુંકામાં ગુનો દાખલ થયો હતો. ધંધુકા પોલીસે શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણ અને એક મૌલાના ઐયુબની ધરપકડ કરી હતી. એ પછી તપાસ ATSને સોંપવામાં આવતા ઘણા રહસ્યો ઉકેલાયા હતા.
તપાસ દરમિયાન આ આરોપીઓમાં એક હથિયાર આપનાર રાજકોટના રમીઝ સમાની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી વધુ તપાસ કરતા બીજા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જેમાં પોરબંદરના શબ્બીર ખત્રી, મતીન મદાન જે ધંધુકાનો હતો અને શબ્બીરનો મિત્ર હતો. જેને આરોપીને રહેવાની અને છુપાવવા માટેની સગવડ કરી આપી હતી. આ વ્યક્તિની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત અજીમ સેતાની ધરપકડ કરાઈ છે. દિલ્હીથી એક મૌલવી કમરગની છે એની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધીમાં કુલ 9 વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે. શબ્બીર ચોપડાએ કિશન પર ફાયરિંગ કર્યું હતુ. ઈમ્તિયાઝ પઠાણ બાઈક ચલાવતો હતો. ત્રીજો આરોપી મૌલાના ઐયુબે હથિયાર પુરા પાડ્યા હતા. રમીઝ અને અજીમ જે હથિયાર સપ્લાય કરવાના મુખ્ય વ્યક્તિ હતા.પોરબંદરના હુશેન ખત્રી, ફાયરિંગ કર્યું એ પહેલા પોરબંદરમાં એક સાજણ ઓડોદરા જેણે ધર્મને લગતી પોસ્ટ કરી હશે એની સાથે વેર ભાવના રાખી એને મારવા માટે પણ પ્લાન તૈયાર કર્યો હતો. પણ એ ભાઈ જેલમાં હોવાથી મારી શક્યા નહીં. આ હુશેને એમને રહેવાની તથા ખાવા પીવાની મદદ કરી હતી. આ હુશેનની પણ ધરપકડ કરાઈ છે. મતીન, જેણે ફાયરિંગ કર્યું એને જમવાનું તથા બીજી વસ્તુઓ પહોંચાડતો હતો. આ ઉપરાંત છુપાવવાની જગ્યા બતાવી હતી.

આ ઉપરાંત આઠ હજાર જેટલા રૂપિયા આપ્યા હતા. હાલમાં કમર હનીનું સંગઠન TFI છે એનું ક્નેશન આ કેસમાં સામે આવ્યું છે. કમરગનીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ સંગઠન એનું છે. જે ધર્મની વિરૂદ્ધ આવું કંઈ પોસ્ટ કરે એના વિરોધમાં કાયદાકીય લડાઈ કરવી એ માટે સંગઠન તૈયાર કર્યુ છે. આ એનું પોતાનું સંગઠન છે અને આમાં પણ એની સંડોવણી સામે આવી છે. ફડિંગને લઈને અમે એવી તપાસ કરીએ છીએ કે, બેંકની વિગત એકઠી કરવામાં આવી છે. તેનું એવું કહેવું છે કે, અમે આ સંગઠનમાં સભ્ય બનાવતા અને ફી માત્ર 1 રૂપિયો હતી.એટલે એક સભ્યની રૂ.365 ફી થાય. આ માટે બેંકની વિગત લીધી છે. એના પરથી વધુ તપાસ કરાશે. પુસ્તકો પણ કેટલાક મળ્યા છે જે મૌલવીના ઘરેથી મળ્યા હતા. જગ બાહૈ શહાદત નામનું પુસ્તક છે. જેમાં તેણે આ રીતે કોઈ ધર્મ વિરૂદ્ધમાં પોસ્ટ કરે તો એને કઈ રીતે સજા કરવી, શું કરવું એની વિગત લખી છે. આ પુસ્તક કબજે કરાયું છે. દાવતે ઈસ્લામી અંગે અમે ઘણી પૂછપરછ કરી છે. પણ એવી કોઈ વિગત સામે આવી નથી. પુસ્તકો મળી આવ્યા છે. જે મૌલાના આયુબે લખેલા છે. પાકિસ્તાન સાથે અત્યાર સુધીનું કોઈ ક્નેક્શન નીકળ્યું નથી. અંડરવર્લ્ડ સાથે પણ કોઈ ક્નેક્શન નથી. કમર ગનીના સંપર્ક અંગે તપાસ કરી છે. પણ ખાસ કંઈ મળી આવેલ નથી. દુબઈ એક વખત વાતચીત થયેલી છે પણ એવું એમનું કહેવું છે કે, એનો ભાઈ ત્યાં રહે છે. એની સાથે વાત થઈ છે.
આ અંગે તપાસ ચાલું છે. બીજી એજન્સીઓ પણ પૂછપરછ કરી રહી છે. અમદાવાદ કે ગુજરાતમાં આના કોઈ માણસ છે કે નહીં એ અંગે તપાસ ચાલું છે. ફોન ડીટેઈલ કઢાવી છે આ માટે તપાસ ચાલું છે. કેટલા ગ્રૂપ છે, કેટલી પોસ્ટ ડિલિટ કરી છે. મેમ્બર કોણ હતું એનું વિશ્લેષણ કરીને વધુ વિગત જાણી શકાશે. પાકિસ્તાન સાથે ક્નેક્શન નથી પણ ત્રાસવાદી કૃત્ય છે. પોરબંદરના વ્યક્તિની આની સાથે કોઈ દુશ્મની નથી. મુસ્લિમ સમાજ વિશે લખ્યું એટલે તેઓ ભય ફેલાવવા માટે સક્રિય થયા હતા. એના કૃત્યો સમાજમાં ડર પેદા કરનારા છે. કમર અમદાવાદમાં મૌલાના ઐયુબને જ મળ્યો હતો. આ સાથે બીજા મૌલવીઓ પણ મળ્યા હતા. આ કોણ છે એની તપાસ ચાલું છે. વડોદરા અને સુરતમાં પણ મુલાકાત કરી હતી. ફાયરિંગ કરનારને એવું હશે કે, સીસીટીવી ક્યાંય નહીં હોય, તેઓ સમાજમાં એક ભય ઊભો કરવા માગતા હોવાથી આવું કર્યું હશે. એટલે ખુલ્લા મોઢે ફાયરિંગ કર્યું.

