HomeGujaratધંધુકા મર્ડર હત્યાની ઘટનાનો મોરબીમાં પણ વિરોધ, હિન્દૂ સંગઠને રેલી કાઢી...

ધંધુકા મર્ડર હત્યાની ઘટનાનો મોરબીમાં પણ વિરોધ, હિન્દૂ સંગઠને રેલી કાઢી કલેક્ટરને આવેદન આપ્યું

સોશ્યલ મીડિયામાં ધાર્મિક મેસેજ વાયરલ કરવા મુદે અમદાવાદ નજીક ધંધુકા માં જાહેરમાં બે વિધર્મી શખ્સ ઘ્વારા ફાયરિંગ કરી કિશન ભરવાડની કરવામાં આવી છે. યુવકનીહત્યા બાદ તેના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. અને ઠેર ઠેર આવેદનપત્ર આપી આવું કૃતય કરનાર શખ્સોને ફાંસીની સજા કરવાની માંગસાથે આજે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, કરણી સેના, સમસ્ત હિન્દૂ સંગઠન સહીતના તમામ હિન્દૂ સંગઠનો દ્વારા આજે રેલી કાઢવામાં આવી હતી. આ રેલી મોરબીના સામાકાંઠે એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડથી સોઓરડીના નાકે આવેલ જિલ્લા સેવાસદન સુધી નીકળી હતી જેમાં હાજરોની સંખ્યામાં લોકો સ્વંયભુ જોડાઈને કિશનની હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.

રેલી એકદમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાયને યુવકના હત્યારાઓ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથેસાથે જયશ્રી રામ અને ભારત માતા કી જય તેમજ કિશનને ન્યાય આપોની નારેબાજી લગાવી હતી. તેમજ કિશનને ન્યાય આપો અને તેના હત્યારાઓને કડક સજા આપો તેવી માંગ સાથે બેનરો પ્રદર્શિત કરીને કલેક્ટર કચેરીએ પહોંચી આ બનાવ અંગે આવેદન આપ્યું હતું અને આવેદનમાં કિશનના હત્યારાઓને સખ્તમાં સખત સજા આપવાની માંગ કરી હતી. તેમજ અલગ અલગ સ્થળે પણ વિધર્મીઓ દ્વારા ધમકી આપવામાં આવતી હોય જેથી જેમને પણ આ રીતે ધમકી આપવામાં આવી રહી છે તેમને પણ પોલીસ પ્રોટેક્શન આપવા માંગણી કરવામાં આવી છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક મોરબી જિલ્લાની શહેર માલધારી સમાજ, એકતા એક લક્ષ, કરણી સેના, મહાકાલ ગ્રુપ દલવાડી કનૈયા ગૃપ રાજપૂત સમાજ ન્યુ સર્વે હિન્દુ સંગઠન સાથે મળીને
આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW