HomeGujaratહળવદ: વ્યાજે લીધેલ રૂપિયાની ઉઘરાણી, ખેડૂતને મારી નાંખવાની ધમકી

હળવદ: વ્યાજે લીધેલ રૂપિયાની ઉઘરાણી, ખેડૂતને મારી નાંખવાની ધમકી

હળવદના કુંભાર દરવાજા વિસ્તારમાં રહેતા સંજય મસરૂભાઈ મૂંધવાના માતાએ ખેતી કામ માટે મફાભાઈ ખોડાભાઈ મેવાડા પાસેથી 2009માં અલગ અલગ સમયે રૂ. 24 લાખ 3 ટકાના વ્યાજે લીધા હતા. સમયાંતરે તેનું વ્યાજ પણ ચૂકવતા હતા. છેલ્લા કેટલાક સમયથી 9 લાખ ચૂકવવાના બાકી હોય જેના ઉઘરાણી માટે મફાભાઈએ સંજયભાઈને ફોન પર રૂપિયા આપી જવા પઠાણી ઉઘરાણી કરી હતી. તેના ઘરમાં જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સંજયભાઈએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે હળવદ પોલીસ મથકના પીએસઆઈ આર.બી ટાપરિયાએ તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW