ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવાનની વિધર્મીઓ દ્વારા સરાજાહેર ફાયરિંગ કરીને હત્યા નીપજાવી છે. આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. ત્યારે જામનગરના એક હિંદુ કટ્ટરવાદી યુવાનની પણ આવી જ રીતે હત્યા નીપજાવવા માટે કાવતરૂં ઘડ્યું હોવાનું સામે આવતા પોલીસ સતર્ક બની છે.

સોશયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ મુકાયા બાદ વિધર્મીઓએ ધંધુકાના કિશન ભરવાડ નામના યુવાન ઉપર ગોળી ચલાવી હત્યા નીપજાવવામાં આવી હતી. જેમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. હવે આ સમગ્ર પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓએ જામનગરના એક હિંદુ કટ્ટરવાદી યુવાનની હત્યા નીપજાવવા માટે પણ કાવતરૂ રચી કાઢ્યું હોવાની કબુલાત આપી હતી.

આ કબુલાત બાદ જામનગરની પોલીસ પણ સતર્ક બની ગઈ છે. જેમાં જામનગરમાં હિંદુ ધર્મના રક્ષણ માટે કામ કરતા એક સંગઠન સાથે સંકળાયેલા એક યુવાનની પણ ઝડપાયેલા આરોપીઓ દ્વારા હત્યા કરવાની હોવાની વિગતો સામે આવી છે. પોલીસે યુવાનના નિવાસ સ્થાન અને તેની ઓફિસ સહિતના સ્થળોએ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ આ કાર્યવાહી ગુપ્ત રીતે કરી રહી છે.

આ અંગે ઈન્ચાર્જ એસપી નિતીશ પાંડેએ જણાવ્યું છે કે, આવા કોઈ ઈનપુર ઉપરના લેવલથી અપાયા નથી. તો બીજી તરફ જે યુવાનની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની શંકા કરાઈ રહી છે. તે યુવાનનો સંપર્ક કરાતા તેઓએ પોલીસ દ્વારા પોતાના ઘર-રહેઠાણ અને ઓફિસના સરનામાં અંગે પુછપરછ કરી છે.

