HomeGujaratCentral Gujaratમંગળવારથી ફરી ખુલશે શક્તિપીઠ અંબાજીના દ્વાર, આ નિયમોનું કરવું પડશે પાલન

મંગળવારથી ફરી ખુલશે શક્તિપીઠ અંબાજીના દ્વાર, આ નિયમોનું કરવું પડશે પાલન

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાની સાથે જ શક્તિપીઠ અંબાજી મંદિરને બેથી ત્રણ સપ્તાહ માટે બંધ કરાયું હતું. જે મુદ્દત પૂર્ણ થતા હવે આગામી મંગળવારથી એટલે કે તા. 1 ફેબ્રુઆરીથી દર્શન માટે શક્તિપીઠ અંબાજીના દ્વાર ખોલાયા છે. જેમાં દર્શને આવતા ભક્તોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત બનશે.

આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે કોરોના સંક્રમણને ટાળવા માટે શક્તિપીઠ અંબાજી મંદિરને બેથી ત્રણ સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેની હવે મુદ્દત પૂર્ણ થઈ છે. ત્યારે આગામી તા. 1 ફેબ્રુઆરીથી શક્તિપીઠ અંબાજીના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલાયા છે. જેમાં ભાવિકો સવારે 7.30થી 11.30 અને બપોરે 12.30થી4.15 તથા સાંજે 7થી 9 દરમયાન દર્શન કરી શકશે.

અંબાજીમાં દર્શન કરવા માટે આવતા ભાવિકોએ કોરોના ગાઈડલાઈન પ્રમાણે દર્શન કરવા પડશે. તેમજ મંદિરની વેબસાઈટ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ઉપરાંત વેક્સિન સર્ટીફિકેટ સહિતના ડોક્યુમેન્ટ પણ વેબસાઈટ ઉપર અપલોડ કરવાના રહેશે. તો 65 વર્ષથી વધુ ઉંમરના શ્રદ્ધાળુઓને ઓનલાઈન દર્શન કરવા માટે અપીલ કરાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW